લોનાવાલા ભારતીય રાજ્ય મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત એક પર્વતીય સ્થળ અને સિટી કાઉન્સિલ છે. આ બે પ્રમુખ શહેરો પુણે અને મુંબઇની વચ્ચે, પુણેથી 64 કિમી અને મુંબઇ થી 96 કિ.મી. ના અંતરે સ્થિત છે. ભારતમાં લોનાવાલા તેની પ્રસિદ્ધ મીઠાઈ ‘ચીક્કી’ માટે ફેમસ છે.
મોનસુનની સીઝનમાં લોનાવાલા જીવંત થઇ ઉઠે છે. ચોમાસામાં અહી ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે અને ઝરણા અને તળાવો પાણીથી ભરાય જાય છે.
આ સ્થળ ખુબ શાનદાર છે. અહી બેસ્ટ ફોટોગ્રાફી કરી શકાય છે. લોનાવાલા મહારાષ્ટ્રનું સુંદર હિલ સ્ટેશન છે. મુંબઇ અને પુણેનું પ્રવેશદ્વાર કહેવામાં આવતા લોનાવાલાને મહારાષ્ટ્રનું ‘સ્વિટ્ઝર્લૅન્ડ’ પણ કહેવામાં આવે છે. અહીની નીરવ શાંતિને ફિલ કરવાની યોગ્ય ઋતુ મોન્સૂન છે. મોન્સૂનમાં અહી એકદમ હરિયાળી છવાઈ છે. ચોમાસામાં આને જોતા એવું લાગે કે પ્રકૃતિ લોનાવાલા પર ખુબ મહેરબાન છે.
અહીની ટેકરીઓને ‘મણી’ કહેવામાં આવે છે. લોનાવાલા સમુદ્ર સપાટીથી 625 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ સુખદ અને પ્રકૃતિનો અહેસાસ કરાવનાર બ્યુટીફૂલ હિલ સ્ટેશન છે. તમને લોનાવાલામાં ઠેરઠેર અહીની ફેમસ ચીક્કી ની દુકાનો જોવા મળશે. જયારે તમે મુંબઈથી પુણેના રસ્તામાં હોવ ત્યારે આ રસ્તામાં જ આવે છે. તેથી તમે અહી જઈ શકો છો.
અહીની ઠંડી આબોહવા, શાંત વાતાવરણ અને વાસ્તવિક પવન લોનાવાલાને બેસ્ટ અટ્રેકશન નું માધ્યમ જણાવે છે. અહીનું પ્રદુષણ મુકત હવામાન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. અહીની લાંબી યાત્રા ટ્રેકિંગ માટે લોકપ્રિય છે. આ જગ્યાની સાથે સાથે અહી ઐતિહાસિક કિલ્લાઓ, પ્રાચીન ગુફાઓ અને આસપાસના શાંત તળાવો જોડાયેલ છે.