મોદી ના જનમ્સ્થળ વિષે જાણો

Modi birthplace Vadnagar got down early 2 thousand year old city

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરની નીચેથી 2000 વર્ષ જૂની  પૂરાતન નગરી મળી આવી છે. કેન્દ્રિય પૂરાતત્વની ટીમ દ્વારા છેલ્લા ચાર મહિનાથી એક સાથે ત્રણ-ત્રણ સ્થળોએ હાથ ધરાયેલા ઉત્ખનન દરમિયાન આ ચોંકાવનારી બાબતનો ઘટસ્ફોટ થતાં વડનગરથી વડાપ્રધાન સુધી રોમાંચની લહેર દોડી ગઇ છે. સેન્ટ્રલ એજન્સી દ્વારા 4 માસથી ત્રણ સ્થળોએ ઉત્ખનનનો ધમધમાટ- ખોદકામમાં જૂના બજારની મોટી દીવાલ પણ મળી આવી

સુપ્રિન્ટેન્ડન્ટ આર્કિયોલોજિસ્ટ ડૉ. મધુલિકા સામંતાએ જણાવ્યું હતું કે, કિર્તિ તોરણ પાસે ખોદકામમાં જુના બજારની મોટી દિવાલ પણ મળી આવી છે, જે જુના વડનગરની નિશાની છે. આ દિવાલ બહાર પણ બજાર અને રહેણાંકો હતા. તત્કાલિન ટોઇલેટ-બાથરૂમ પણ મળ્યા છે.

યુ-એન-ત્સાંગે લખેલુ, અહીં 1000 બૌદ્ધ સાધુ રહે છે !

ચીની મુસાફર યુ-એન-ત્સાંગ 7મી સદીના પ્રારંભમાં બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે આવ્યો હતો. એ સમયે તેણે વડનગરની મુલાકાત લીધી હતી અને લખ્યુ હતુ કે, અહીંયા 1000 બૌદ્ધ સાધુઓ રહે છે.

બહુ મોટું શહેર હતું, હજુ ઘણું બધું મળી શકે તેમ છે

અત્યારના વડનગર કરતા પણ જુનુ શહેર ઘણું મોટું હતું અને તે પણ વેપારનું મોટુ કેન્દ્ર હતું, મોગલ શાસન પછી તેનું મહત્વ ઘટ્યું તે કિર્તિ તોરણ પાસે તે સાડા ત્રણ મીટર ખોદયું ત્યા જ 1200 વર્ષ જુની વસ્તુઓ મળી આવી હતી. હજુ ઘણું વધારે મળી શકે તેમ છે. અહીયાં વધુ ખોદકામ માટે હજુ વધારે સમય આપવાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં વિચારાધિન છે.

Modi birthplace Vadnagar got down early 2 thousand year old city

Modi birthplace Vadnagar got down early 2 thousand year old city

Modi birthplace Vadnagar got down early 2 thousand year old city

Modi birthplace Vadnagar got down early 2 thousand year old city

Modi birthplace Vadnagar got down early 2 thousand year old city

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

5,096 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>