આ છે સૌથી વધુ ચર્ચાસ્પદ ફેશન વિવાદ!

ફેશન અને કન્ટ્રોવર્સી એકબીજાંના ગાઢ મિત્રો ગણાય છે. જ્યાં એક હોય, ત્યાં બીજાંની હાજરી આપોઆપ જોવા મળે છે. ફેશનમાં ઝાકમઝોળ આઉટફિટ્સ કે પછી કોઇ નવી સ્ટાઇલ હોય છે જે લાંબા સમયગાળા સુધી રહે છે. જ્યારે કન્ટ્રોવર્સી ટૂંકા ગાળાની હોય છે. અહીં કેટલીક high-profile battles અંગે માહિતી આપવામાં આવી છે, જેનું ડાયરેક્ટ કનેક્શન ફેશન વર્લ્ડ સાથે છે.

Sania Mirza:

Sania to take on Modi, India's 5 most controversial fashion controversy!

Wimbledon title પોતાના નામે કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી, Sania Mirza પણ અનેક વિવાદોમાં ફસાઇ ચૂકી છે. વર્ષ 2005માં આ પ્લેયર US Openના ચોથા રાઉન્ડમાંથી પરત ફરી હતી ત્યારે તેનું સ્વાગત, તેના વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલા ‘fatwa’થી થયું હતું. આ ફતવો તેના પહેરવેશને લઇને બહાર પાડવામાં આવ્યો હતો. કેટલાંક ધાર્મિક ગુરૂઓએ તેના શોર્ટ્સ સ્કર્ટ્સને વધારે પડતાં revealing ગણાવ્યા હતા, જે Islamic cultureની વિરૂદ્ધ હોવાનું ગણાય છે. જો કે, ધાર્મિક ગુરૂઓના આ ફતવાને રાષ્ટ્રીય સ્તરે વાહિયાત ગણવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ, સાનિયાએ એક ટીશર્ટ સ્લોગન “Well-dressed women seldom make history” દ્વારા તેના વિરોધીઓ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

Mandira Bedi:

Sania to take on Modi, India's 5 most controversial fashion controversy!

ભારતીય ક્રિકેટ કવરેજમાં પોતાના ક્લિવેજ અને શોલ્ડરલેસ બ્લાઉઝથી પોપ્યુલર કરનાર એક્ટ્રેસ Mandira Bedi 2007માં વિવાદમાં ફસાઇ હતી. World Cup ફાઇનલ કવરેજ દરમિયાન મંદિરાએ Puneet Nandaએ Satya Paul માટે ડિઝાઇનર કરેલી સાડી પહેરી હતી, જેમાં ભાગ લેનાર ટીમના ધ્વજ હતા. જેમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તેના પગના તળિયા તરફ ડિઝાઇન કરેલો જોવા મળ્યો હતો. આના કારણે ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવા બદલ મંદિરાને તિરસ્કાર સહન કરવો પડ્યો હતો. આ વિરોધના કારણે એક્ટ્રેસ મંદિરા બેદી અને ડિઝાઇનર પુનિત નંદાએ પોતાની ભૂલનો જાહેરમાં સ્વીકાર કરીને માફી પણ માંગી હતી.

Akshay Kumar:

Sania to take on Modi, India's 5 most controversial fashion controversy!

બોલિવૂડનો ‘Khiladi’ Kumar ફિટ લાઇફસ્ટાઇલના વળગણ માટે જાણીતો છે. પરંતુ Levi’s ramp show દરમિયાન તેણે અલગ જ પ્રકારના વિરોધનો સામનો કર્યો હતો. Denims બ્રાન્ડના જીન્સ સાથે રેમ્પ વોક કરતી વખતે અક્ષય કુમાર તેની પત્ની Twinkle પાસે ગયો હતો. જ્યાં પ્રથમ હરોળમાં બેસેલી ટ્વિન્કલે અક્ષયના પેન્ટના બટન ખોલી નાખ્યા હતા. ગણતરીના કલાકોમાં જ આ બોલિવૂડ કપલ વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જાહેરમાં આ પ્રકારની શરમજનક પ્રવૃતિ ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ હોવાનું જણાવીને કેટલાંક સ્થળોએ તેમના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું.

Harbhajan Singh:

Sania to take on Modi, India's 5 most controversial fashion controversy!

ભારતીય ક્રિકેટર Harbhajan Singh કદાચ કન્ટ્રોવર્સીને ઇચ્છા હોવા છતાં પણ ટાળી શકતો નથી. ઓન ફિલ્ડ તેના નામે અનેક વિવાદો જોવા મળે છે, તો વળી ફેશન રેમ્પ તેનાથી બાકાત કેમ રહી જાય! હરભજન એક વખત તેના ખૂલ્લા વાળ સાથે રેમ્પ વોક કરતો જોવા મળ્યો હતો. જેને Prabandhak Committeeએ ધર્મ વિરૂદ્ધ ગણાવીને મીડિયામાં હરભજન વિરૂદ્ધ શીખ સંસ્કૃતિ વિરૂદ્ધ કાર્ય કરવા બદલ નિવેદનો આપ્યા હતા. મામલાની ગંભીરતાને સમજતા હરભજને આ ઘટના બાબતે માફી માંગી હતી.

Narendra Modi:

Sania to take on Modi, India's 5 most controversial fashion controversy!

દેશના વડાપ્રધાન તરીકે તમારાં કપડાંને microscope સ્કેનરથી જોવામાં આવે છે, ખાસ કરીને તમારી pinstripe પેટર્ન! President Obamaએ ભારતની મુલાકાત લીધી તે દરમિયાન Narendra Modiએ પોતાના જ નામની પિનસ્ટ્રીપવાળો hologram suit પહેર્યો હતો. જેને વારંવાર zoom કરીને ઠેરઠેર દર્શાવવામાં આવ્યો હતો. આ સૂટને અધધ પૈસા ખર્ચીને તૈયાર કરવામાં આવ્યો હતો અને મોદીને narcissist approach – માટે પણ વખોડવામાં આવ્યા હતા. મીડિયાના કેટલાંક સેક્શન દ્વારા આ સૂટની કિંમત 10 લાખ હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, PMOએ સૂટ ગિફ્ટમાં આવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. આ સૂટની હરાજી કરવામાં આવતા તેને Suratના ડાયમંડ મર્ચન્ટે Rs 4.31 croresમાં ખરીદ્યો હતો. આ રકમને પ્રાઇમ મિનિસ્ટરના Ganga clean-up projectમાં ખર્ચ કરવામાં આવશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,213 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>