સામાન્ય રીતે મઠ અને મંદિર જમીન ઉપર બનાવવામાં આવે છે, પરંતુ ઉત્તર ચીનના શાનસી પ્રાંતમાં એક એવું મંદિર છે જે એકદમ સીધા ટટ્ટાર ઊભા પહાડ ઉપર બનાવવામાં આવેલ છે. દૂરથી જોઈએ તો એવું લાગે જાણે તે મંદિર હવામાં લટકી રહ્યું છે. એટલા માટે મંદિરમાં હવામાં લટકતા મંદિરના નામે ચીનમાં તેની ઓળખ પ્રસિદ્ધ થઈ છે. હવામાં ઊભેલું આ મંદિર શાનસી પ્રાંતના તાથુંગ શહેરની નજીક આવેલ છે. તેનું બાંધકામ 1400 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. તે ચીનમાં અત્યાર સુધીનું સુરક્ષિત એકમાત્ર બૌદ્ધ, તાઓ અને કમ્ફ્યુસેસ ત્રિધર્મોની મિશ્રિત શૈલીમાં તૈયાર થયેલ અનોખુ મંદિર છે.
ચીનની મોટી સંખ્યામાં સુરક્ષિત પ્રચીન વાસ્તુ નિર્માણમાં હવામાં ઊભેલ એક અત્યંત અદભૂત નિર્માણ છે. તે ઘાટ પહાંડોમાં ફેલાયેલ એક નાનકડુ બેસિનમાં સ્થિત છે. ઘોટીની બંને તરફ સો મીટ ઊંચી ચટ્ટાન ઊભી છે. મંદિર એક તરફ ઊભી ચટ્ટાન ઉપર જમીનથી 50 મીટર ઊંચી જગ્યાએ આ મંદિર બનાવ્યું છે, જે હવામાં અટકેલું લાગે છે. દૂરથી જોવામાં તે બહુમાળી મંદિરની તલ્લાધાર દસેક પાતળી લાંબી લાકડીઓ ઉપર અટકેલું છે. મંદિરની ઉપર પહાડી ચટ્ટાનની એક તરફ વિશાળ ટુકડો બહારની તરફ આવેલો છે. જાણે તે અત્યારે મંદિર પડી ન જવાનું હોય, તે થોડું ડરામણું લાગી શકે છે. હવામાં ઊભેલ આ મંદિરના નાના મોટા 40 ભવનો અને મંડપ છે. જે ચટ્ટાન ઉપર ઊભેલ લાકડા અને પુલથી જોડવામાં આવ્યા છે, આ પ્રકારે હવામાં બનાવેલ લાકડાના રસ્તા ઉપર ચાલીતી વખતે લોકોનો જીવ અદ્ધર થઈ જાય છે, કોઈની જરા સરખી લાપરવાહી કરવી મોઘી પડી શકે છે. લોકોને હંમેશા ડર રહેતો હોય છે કે પડી જઈશું તો જીવતા નહીં રહીએ. પરંતુ પગના દબાણથી લાકડાઓના રસ્તે ચી-ચી અવાજ જરૂર આવે છે. પણ ચટ્ટાનને અડીને આવેલ મંદિરને જરાય આંચ નથી આવતી.
હવામાં લટકતા આ મંદિરનું નિર્માણ સાચે જ અનોખું છે. મંદિર સીધા ઊભા ચટ્ટાનની કમરે એટકેલું છે. તેની ઉપર ચટ્ટાનની બહારની તરફ ચટ્ટાનનો એક ભાગ નિકળેલો છે જે છત્રીની જેમ મંદિર ઉપર વરસાદ અને પાણીથી થતા નુકસાનથી બચતાવે છે. જમીનથી 50 મીટર ઊંચી જગ્યાએ ઊભું કરવામાં આવેલ આ મંદિર અહીં ભારે પૂરથી પણ બચીને રહે છે. મંદિરની ચારેય તરફ ઘેરાયેલ ટેકરીઓ તેને સીધા પ્રકાશથી બચાવે છે. કહેવાય છે કે ગરમીઓના દિવસોમાં રોજ માત્ર ત્રણ કલાક સૂરજની કિરણો મંદિર ઉપર પડી શકે છે. તેને લીધે લાકડાનું આ મંદિર 1400 વર્ષ જૂનું હોવા છતાં આજે પણ છે સુરક્ષિત.
હવામાં બનાવવામાં આવેલ આ મંદિરની વિશેષતા એ છે કે તે અવ્યવસ્થિત છે. લોકો સમજે છે કે મંદિર તેની નીચે ટેકવવામાં આવેલ ડઝનબંધ જાડી લાકડીઓ ઉપર અટકેલ છે, પરંતુ હકીકત બીજી છે એ લાકડા ઉપર મંદિરનો ભાર નથી પડતો. મંદિરને મજબૂત ટેકો આપવા માટે મંદિરની અંદર સારી ગુણવત્તા વાળી લાકડા અંદર ગાડેલા છે. જાડા લાકડાઓ પત્થરોની અંદર સખત રીતે ગાડવામાં આવેલ છે. આ લાકડા વિશેષ તેલમાં પકાવીને નાંખેલા છે જેની ઉપર ઊંધઈ કે સડો લાગતો નથી. મંદિરની નીવ આ મજબૂત ધરનાઓ ઉપર જ ટેકવેલ છે. પછી પણ મંદિરની નીચે ડજનબંધ લાકડાઓ ટેકવેલી છે, સંપૂર્ણ મંદિરના વિભિન્ન ભાગોને સંતુલિત બનાવે છે.
હવામાં ઊભું કરવામાં આવેલ આ મંદિર ખૂબ જ સુનિયોજિત અને સૂક્ષ્મ છે. મંદિરના ભાગ પહાડની ચટ્ટાનોની પ્રાકૃતિક સ્થિતિ પ્રમાણે બનાવવામાં આવે છે. જેની ડિઝાઈન સૂક્ષ્મ અને અનોખી છે. મંદિરનો મુખ્ય ભાગ ત્રિદેવ મહેલ પહાડી ચટ્ટાનની વિશેષતાનું ધ્યાન રાખી બનાવવામાં આવ્યું છે. મહેલના અગ્રીમ ભાગમાં લાકડાનું મકાન છે અને પાછળના ભાગને અંદરથી કોરીને ગુફા બનાવાઈ છે, તેને જોતા તો ત્રિદેવ મહેલ ખૂબ જ ખુલ્લો અને વિશાળ લાગે છે. મંદિરા બીજા ભવન અને મંડપ અપેક્ષાકૃત નાનો છે અને તેની અંદર રાખવામાં આવેલ મૂર્તિઓ પણ નાની દેખાય છે. મંદિરના ભવન, મહેલ અને મંડપ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે, તેની અંદર પ્રવેશ કરતા જ ભૂલભૂલૈયામાં ઘુસી ગયા હોઈએ તેવું ભાસે છે.
તમને પ્રશ્ન થાય છે પ્રાચીન ચીની લોકોએ અહીં સીધી ઊભેલી ચટ્ટાન ઉપર આ મંદિર કેવી રીતે બનાવ્યું હતું? કારણ એ હતું કે તત્કાલિક સમયે આ પહાડીની ઘાટી યાતાયાતનો મુખ્ય માર્ગ હતો, અહીંથી ભિક્ષુ અને ધાર્મિક અનુયાયીઓ પસાર થતા હતા, તે મંદિરમાં આ આરાધના કરી શકતા હતા. બીજું કારણ એ હતું કે અહીંની પડાહી ઘાટીઓમાં પૂર આવતું રહેતું હતું. પ્રાચીન ચીની લોકો એવું માનતા હતા કે ડ્રેગન પૂરનો પ્રકોપ વધારે છે. આ મંદિર એ ડ્રેગનને વશીભૂત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જે હવામાં લટકતું હતું.
હવામાં લટકતા આ મંદિરની પાસે જ ચટ્ટાન ઉપર કોંગસુનું કામ ચાર ચીની શબ્દો ખોદેલા નજર આવેછે. જે આ મંદિરની અનોખી વાસ્તુકલાની પ્રશંસા કરે છે. કોંગસૂ આજથી બે બજાર વર્ષ પહેલા પ્રાચીન ચીનનો એક સુપ્રસિદ્ધ શિલ્પી હતી, તે ચીનના વાસ્તુ નિર્માણનો સર્વમાન્ય ગુરુ હતો. હવામાં ઊભેલા મંદિરની પાસે જે ચાર ચીની અક્ષર ખોદવામાં આવ્યા હતા તેનો અર્થ છે કોંગસુ જેવા વાસ્તુ કલાના ગુરુએ જ આવું બેમિસાલ મંદિર બનાવ્યું હતું.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર