સામગ્રી
* ૩ કપ બાફેલા બટાટા,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨૧/૨ બારીક સમારેલ લીલા મરચાં,
* ૨ ટીસ્પૂન બટર,
* ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧/૨ કપ ખમણેલ ચીઝ.
રીત
એક પ્લેટમાં બાફેલા બટાટા (છાલ ઉતારેલ અને ખમણેલ) કાઢી તેમાં સ્વાદાનુસાર મીઠું અને બારીક સમારેલ લીલા મરચાં નાખી ચમચીથી મિક્સ કરવું.
હવે રોસ્ટી કરવા માટે એક તવાને ગેસ પર કરી તેમાં બટર અને બારીક સમારેલ ડુંગળી નાખી જ્યાં સુધી ઓનિયન આછી બ્રાઉન થાય ન થાય ત્યાં સુધી કુક થવા દેવી. જો તમારે વધારે સ્પાઇસી જોઈએ તો આમાં ડુંગળી સાથે મરચાં નાખી શકો છો.
હવે આમાં ખમણેલ ચીઝ અને તૈયાર કરેલ પોટેટોનું મિક્ચર નાખી પાંચ મિનીટ સુધી આને ઢાંકીને કુક થવા દેવું. પછી તવા ઉપર એક પ્લેટ મુકીને તેને પ્લેટમાં ઊંધું પાડવું. હવે આને સર્વ કરવું.