મોઢામાં પાણી લાવી દેશે આ સીઝ્લીંગ બ્રાઉની

સામગ્રી

$RX1BWD1

*  ૧ કપ ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ,

*  ૧/૪ કપ મિલ્ક,

*  ૧/૪ કપ દળેલી ખાંડ,

*  ૧/૪ કપ પાણી,

*  ૧ રેડીમેડ બ્રાઉની પીસ,

*  ૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ.

રીત

સૌપ્રથમ ચોકલેટ સોસ બનાવવા માટે એક બાઉલમાં ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ નાખી તેમાં મિલ્ક નાખી માઈક્રોવેવ માં મેલ્ટ કરવી. બાદમાં આ ચોકલેટ સોસને બરાબર મિક્સ કરવો.

હવે એક બાઉલમાં દળેલી ખાંડ લઇ તેમાં પાણી નાખીને મિક્સ કરવું. બાદમાં આ શુગર સીરપ રેડી છે. ત્યારબાદ રેડીમેડ બ્રાઉની પીસ લઇ તેની ઉપર શુગર સિરપ ની એકાદ બે ચમચી નાખવી. બાદમાં નોનસ્ટીક ને ફૂલ ગરમ કરવું અને તેની અંદર ચોકલેટ સોસ ની ૩ થી ૪ ચમચી નાખી તેની ઉપર રેડીમેડ બ્રાઉની પીસ મુકવો.

આની ઉપર વધુ એક લેયર બનાવવા ચોકલેટ સોસ નાખવો. હવે આની ઉપર સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખી ફરીવાર ૨ ચમચી જેટલો ચોકલેટ સોસ નાખવો. બાદમાં ગેસ બંધ કરી આને સર્વ કરવી.

Comments

comments


5,187 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 − = 1