સામગ્રી
* ૧૦ ડ્રાઈ કાશ્મીરી રેડ ચીલી,
* ૧ ટીસ્પૂન આખા ધાણા,
* ૨૧/૨ ટીસ્પૂન ઓઈલ,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા,
* ૨૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ ટામેટા,
* ૧/૪ કપ ટોમેટો પ્યોરે,
* ૩ ટીસ્પૂન પાણી,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧ ટીસ્પૂન ડ્રાઈ કસુરી મેથી,
* ૧ ટીસ્પૂન ગરમ મસાલો,
* ૧૧/૨ ટુકડા કરેલ પનીર,
* ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧ ટીસ્પૂન દળેલું ઘાણાજીરું,
* ૧ ટીસ્પૂન લાલ મરચું,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો,
* ૧ કપ પાણી,
* ૧/૨ કપ કેપ્સીકમ સ્લાઈસ,
* ૧/૨ કપ ફ્રેશ ક્રીમ.
રીત
ગ્રેવી નો મસાલો બનાવવા નોનસ્ટીકમાં ડ્રાઈ કાશ્મીરી રેડ ચીલી અને આખા ધાણા નાખી થોડી સેકંડ માટે શેકવું. બાદમાં આને મિક્સરમાં પીસી લેવું.
હવે નોનસ્ટીક માં ઓઈલ નાખી ગરમ થાય એટલે બારીક સમારેલ લસણ, તૈયાર કરેલ ચીલી નો મસાલો, બારીક સમારેલ લીલા મરચા અને બારીક સમારેલ ટામેટા નાખી લગભગ ૧૦ મિનીટ સુધી કુક થવા દેવા.
જો આ ટોમેટો ન કુક થયા હોય તો તેને પોટેટો મેશરથી મેશ કરી લેવું. હવે આમાં ટોમેટો પ્યોરે, પાણી, સ્વાદાનુસાર મીઠું, ડ્રાઈ કસુરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરીને આ કઢાઇ ગ્રેવીને એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવું.
ત્યારબાદ તવીમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે તેમાં ટુકડા કરેલ પનીર નાખી ફ્રાઈ કરવા. હવે આ પનીરને પાણીમાં નાખવા, જેથી તે નરમ થઇ જાય.
પછી ગ્રેવી બનાવવા માટે પેનમાં એકાદ ચમચી જેટલું તેલ નાખી તેમાં બારીક સમારેલ ડુંગળી નાખી સૌતે કરવું. હવે આમાં તૈયાર કરેલ કઢાઇ ગ્રેવી, દળેલું ઘાણાજીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ડ્રાઈ કસુરી મેથી, પાણી, કેપ્સીકમ સ્લાઈસ અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરવું.
બાદમાં આમાં પનીરના ટુકડા અને ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરીને ગરમાગરમ સર્વ કરવું.