સામગ્રી
* ૧ કપ રાજમા
* ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી,
* ૧/૨ કપ બારીક સમારેલ ટામેટાં,
* ૧/૪ કપ બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં,
* ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,
* સ્વાદાનુસાર મીઠું,
* ૪ બ્રેડ સ્લાઈસ,
* જરૂર મુજબ બટર,
* ૨ ચીઝ સ્લાઈસ.
રીત
સૌપ્રથમ રાજમાનું સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં રાજમા (પાણીમાં પલાળેલ, બાફેલ અને ક્રશ કરેલ), બારીક સમારેલ ડુંગળી, બારીક સમારેલ ટામેટાં, સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન, બારીક સમારેલ લસણ, બારીક સમારેલ લીલા મરચાં, લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું.
હવે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ સ્લાઈસ લઇ જરૂર મુજબ બટર લગાવવું. પછી તેની ઉપર રાજમાનું સ્ટફિંગ નાખીને સ્પ્રેડ કરી દેવું. હવે તેની ઉપર ચીઝ સ્લાઈસ નાખી બીજા બ્રેડથી કવર કરી દેવું.
પછી કવર કરેલ બ્રેડ ઉપર પણ બટર લગાવવું. હવે આને ગ્રીલ કરવા માટે મશીનમાં બટર લગાવવું અને સેન્ડવિચ મૂકી ચારથી પાંચ મિનીટ સુધી ગ્રીલ થવા દેવી. ત્યારબાદ આને ગરમાગરમ સોસ સાથે સર્વ કરવી.