મોઢાનાં ચાંદાની સમસ્યા દૂર કરતી આસાન TIPS

મોઢાનાં ચાંદાની સમસ્યા દૂર કરતી આસાન TIPS

કેમ પડે છે મોમાં ચાંદા

  • આર્યુવેદના અનુસાર મોઢામાં ચાંદા પેટની ગરમીને કારણે પડે છે.અપચો આનું મૂળ કારણ છે.
  • કોઈપણ પ્રકારનો માનસિક તનાવ હોય તો પણ ચાંદા પડે છે.
  • આ ચાંદા કદી કદી કેંસરમાં પણ ફેરવાઈ જાય છે
  • એલિયોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે.
  • જો આપણાં દાંત આડા-અવળાં હોય કે, નુકીલા કે અડધાં તૂટેલાં હોય જેને કારણે જીભને કે મોઢાંને વારંવાર ખૂંચે છે જેને કારણે મોઢામાં ચાંદા પડે છે.
  • નકલી દાંત વ્યવસ્થિત ન બન્યાં હોય તો અને મોઢાંમાં ખૂંચાતા હોય તો પણ ચાંદા પડે છે.
  • સોપારી ખાધા પછી કોગળા કર્યા વગર રાતે ઉંઘી જવાને કારણે પણ ચાંદા પડે છે, તંબાકુ,પાન, પડીકી, ધૂમ્રપાનની આદત વગેરેના કારણે પણ મોઢાંમાં ચાંદા પડે છે.
  • કેટલીકવાર કોઈ વસ્તુ ખાતી વખતે દાંતની વચ્ચે જીભ કે ગાલનો ભાગ આવી જાય છે તો પણ ચાંદા પડી જાય છે. આવા ચાંદા મોઢાની લાળથી તેની જાતે જ સારા થઈ જાય છે.

ઘરેલુ ઉપાય

  • એક કેળું ગાયના દૂધમાં ખાવાથી આરામ મળે છે.
  • મોઢું હંમેશા આવતું હોય તો ટામેટાં ભરપૂર ખાવા જોઈએ. ટામેટાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેના કોગળા કરવાથી પણ રાહત મળે છે
  • પાનમાં ચણાની દાળ જેટલો કપૂરનો કટકો નાખીને પાન ધીરે ધીરે ચાવવું. થૂંક ગળવું નહીં તેને થૂકતાં રહેવું, છેલ્લા કોગળા કરી લો તરતજ લાભ થશે.
  • સૂકુ કોપરું ખૂબ ચાવી ચાવીને ખાવું અને તેનું પેસ્ટ બનાવી મોઢાંમાં થોડીવાર રાખવું પછી ઉતારી જવું આવું દિવસમાં બે-ત્રણ વાર કરવાથી બે દિવસમાં ચાંદા મટી જશે.

ચાંદાનો ઈલાજ

  • સામાન્ય ચાંદા વિટામિન ‘બે’ કોમ્પ્લેક્સ તથા ફોલિક એસિડની ગોળીયો દિવસમાં બે-ત્રણ વાર લેવાથી મટી જાય છે.
  • વધું કડક બ્રશના ઉપયોગથી પણ મસૂડાં છોલાઈ જાય છે જેને કારણે ચાંદા પડે છે, તેથી હંમેશા નરમ બ્રશ જ વાપરવો જોઈએ.
  • જો મોઢાંના ચાંદા એક અઠવાડિયામાં સારા ન થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
  • જો ચાંદા પડવાથી ભોજન કરવામાં તકલીફ પડતી હોય તો બરફના ઠંડા પાણીથી કોગળાં કરવાં જોઈએ, જેનાથી રાહત મળશે.
  • ચાંદા પર લગાવવાનું પીડાનાશક લોશન પણ બજારમાં મળે છે. આના પ્રયોગથી તરત રાહત મળે છે. પૉટેશિયમ પરમેગનેટને પાણીમાં ભળવી તેના કોગળા કરવાથી પણ ચાંદા મટી જાય છે.
  • આવા સમયે ગરમ કોફી,ચા તથા મસાલેદાર વસ્તુઓને ખાવી ન જોઈએ. કારણકે આનાથી તકલીફ વધી શકે છે.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,568 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>