મોડર્ન જમાનામાં હવે રીક્ષા પણ WI-FIથી સજ્જ

મોડર્ન જમાનામાં હવે રીક્ષા પણ WI-FIથી સજ્જ

આજના મોડર્ન સમયમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો રોંજિંદા જીવનમાં વપરાશ વધતો જાય છે. નવી પેઢી આજે સ્માર્ટ ફોન અને લેપટોપમાં આંગળીના ટેરવે માહિતી મેળવે છે.અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો સાર્વજનિક વાઇફાઇ ઝોન પણ વધી રહયા છે ત્યારે ૪૬ વર્ષના એક અમદાવાદી રીક્ષાવાળાએ પોતાની રીક્ષામાં ઇન્ટરનેટનો વપરાશ કરનારા માટે વાઇફાઇ ટેકનોલોજી ફિટ કરાવી છે.વેજલપુરમાં રહેતા આ રીક્ષા ચાલક ઇન્દ્રેશ ત્રિવેદીએ પોતાની એક વેબસાઇટ પણ તૈયાર કરી છે. એટલું જ નહી ભાડા મિટરનો ચાર્ટ પણ પોતાના મોબાઇલમાં રાખે છે.આમ મેગાસીટીની રીક્ષાઓ પણ આધૂનિકતાના સ્વાંગ સજી રહી છે.

એક વાર રીક્ષામાં બેઠેલા પેસેન્જરને ફલાઇટની ઓન લાઇન ટીકિટ બુક કરાવવી હતી પરંતુ મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલતું ન હોવાથી પરેશાન થઇ ગયા હતા.આ ઘટના પછી રીક્ષામાં વાઇ ફાઇ સિસ્ટમ રાખવાનો વિચાર આવ્યો હતો કારણ કે ઇન્ટરનેટ હવે બધાની જરૃરીયાત બની ગયું છે.

વાઇફાઇ ઉપરાંત રીક્ષામાં બેઠેલા મુસાફરને કંટાળો ન આવે તે માટે ન્યુઝ પેપર્સ વાચવા માટે પણ આપે છે. એટલું જ નહી રીક્ષામાં મીનરલ પાણીની બોટલ પણ રાખે છે. તેઓ હંમેશા મીટરથી રીક્ષા ચલાવે છે, તેઓ શટલ રીક્ષામાં ગેર કાયદેસર રીતે વધુ પેસેન્જર બેસાડવામાં માનતા નથી. તેઓ વોટસ્ અપના માધ્યમથી મુસાફરો સાથે સંપર્કમાં રહીને ૨૪ કલાક સેવા આપે છે. એટલું જ નહી તેઓ બિમાર,અશકત અને વૃધ્ધ મુસાફરોની ફેરીને પ્રાથમિકતા આપે છે.આખા ગુજરાતમાં વાઇફાઇ હોય તેવી પ્રથમ રીક્ષા છે. તેઓ એમ પણ માને છે કે ભલે અમે રીક્ષાવાળા હોઇએ પરંતુ જમાનાની સાથે અપ ડેટ પણ રહેવું જરૃરી છે. આ પ્રકારની સગવડથી ગ્રાહકોને મદદ કરવાનો સંતોષ પણ થાય છે.

Comments

comments


4,216 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 35