સામગ્રી
* ૧/૨ કપ ઓઈલ,
* ૭ થી ૮ કશ્મીરી રેડ મિર્ચના ટુકડા,
* ૩ ટીસ્પૂન ઓઈલ,
* ૧ ટીસ્પૂન સમારેલ લસણ,
* ૩/૪ કપ કોબીજની સ્લાઈસ,
* ૩/૪ કપ ગ્રીન પતલી કેપ્સીકમની સ્લાઈસ,
* ૩/૪ કપ પતલી ગાજરની સ્લાઈસ,
* ૧/૨ કપ બિન સ્પ્રાઉટ્સ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨ કપ બાફેલ હક્કા નુડલ્સ,
* ૧/૨ કપ સેઝવાન સોસ,
* ૧ ટીસ્પૂન ચીલી ઓઈલ.
રીત
એક તવામાં ઓઈલ ગરમ કરવું. પછી તેમાં કશ્મીરી રેડ મિર્ચના ટુકડા નાખી બે થી ત્રણ મિનીટ સુધી ઢાકી દેવું. ત્યારબાદ આ મિર્ચને ચારણી વડે ચાળીને ઓઈલ અલગ કરવું.
હવે નુડલ્સ બનાવવા માટે એક તવીમાં ઓઈલ નાખી બરાબર ગરમ થવા દેવું.
પછી આમાં સમારેલ લસણ, કોબીજની સ્લાઈસ, ગ્રીન પતલી કેપ્સીકમની સ્લાઈસ, પતલી ગાજરની સ્લાઈસ, બિન સ્પ્રાઉટ્સ અને સ્વાદાનુસાર મીઠું નાખી આ વેજીટેબલ્સને ફૂલ તાપે કુક થવા દેવા.
હવે આમાં બાફેલ હક્કા નુડલ્સ નાખી તેની ઉપર સેઝવાન સોસ અને ફરી વખત સહેજ મીઠું નાખીને મિક્સ કરવું. પછી આમાં તૈયાર કરેલ મરચાંનું તેલ એક ચમચી જેટલું નાખવું અને મિક્સ કરવું. ત્યારબાદ ગરમાગરમ સેઝવાન નુડલ્સ સર્વ કરવું.