21 MP કેમેરા, 5.7 ઇંચની ડિસ્પ્લે સાથે મોટોરોલાએ લૉન્ચ કર્યા બે સ્માર્ટફોન

Motorola launched two new smartphones, 21 MP camera, 5.7-inch display

મોટોરોલા કંપનીએ પોતાના નવા સ્માર્ટફોન G (Gen 3)ને માર્કેટમાં લૉન્ચ કર્યો છે તેની સાથે કંપનીએ મોટો X પ્લે અને મોટો X સ્ટાઇલ સ્માર્ટફોનને પણ લૉન્ચ કરી દીધો છે.

મોટો X સ્ટાઇલને 399 ડૉલર (લગભગ 27,000 રૂપિયા) છે. કંપનીએ આ ફોનમાં 5.7 ઇંચની ડિસ્પ્લે આપી છે. તે 1440 x 2560 પિક્સલનું રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે. પાવરની વાત કરીએ તો ફોનમાં ક્વાલ કોમ કંપનીનું સ્નેપડ્રેગન 808 હેક્સા કોર પ્રોસેસર આપ્યું છે. તે 1.8 GHzની સ્પીડ પર કામ કરે છે. ફોનમાં 3GB રેમ પણ આપી છે.

આ ઉપરાંત ફોનમાં મેમરીની વાત કરીએ તો મોટો X સ્ટાઇલ 16 GB, 32 GB અને 64 GB મેમરી વેરિએન્ટની સાથે લૉન્ચ કર્યા છે. તેને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે.

મોટો X પ્લેના ફિચર્સ

Motorola launched two new smartphones, 21 MP camera, 5.7-inch display

મોટો X પ્લેના ફિચર્સની વાત કરીએ તો ફોનમાં કંપનીએ એન્ડ્રોઇડની 5.1 લૉલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. ફોનમાં 5.5 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે જે 1080*1920 પિક્સલનું રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે. આ હેન્ડમાં 3630 mAh પાવરની બેટરી આપી છે. આ ફોનમાં પણ મોટો X સ્ટાઇલની જેમ 21 મેગાપિક્સ્લનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

કંપનીએ આ ફોન વિશે કોઇ જ માહિતી આપી નથી. પાવરની વાત કરીએ તો આમાં 1.7 GHz પ્રોસેસર આપ્યું છે. આ ઉપરાંત ફોનમાં 16 GB ઇન્ટરનલ મેમરી આપી છે તેને માઇક્રો એસડી કાર્ડ સ્લોટની મદદથી વધારી શકાય છે.

મોટો X સ્ટાઇલના ફિચર્સ

Motorola launched two new smartphones, 21 MP camera, 5.7-inch display

મોટો X સ્ટાઇલમાં 21 મેગાપિક્સલનો રિયર કેમેરો આપ્યો છે. તે ડ્યુલ CCT ફ્લેશ અપર્ચરની સાથે આવે છે અને 4K રિઝોલ્યુશન ક્વૉલિટીનો વીડિયો પણ શૂટ કરી શકે છે. આ ઉપરાંત ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

મોટોરોલાના આ હેન્ડસેટમાં 3000 mAh પાવરની બેટરી આપી છે. કંપની અનુસાર એકવાર ચાર્જ કર્યા બાદ 30 કલાક સુધી કામ કરી શકે છે. ફાસ્ટ ચાર્જિંગ માટે હેન્ડસેટમાં કંપનીએ TurboPower 25 ચાર્જર આપ્યું છે. ઓ ફોન એન્ડ્રોડની લૉલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં મોટોરોલાની કેટલીક ઇનબિલ્ડ એપ્સ આપી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,445 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>