મેલોડીની મલ્લિકા શ્રેયા ઘોષાલે રેકોર્ડ કર્યું ‘પદ્માવતી’ નું પહેલું સોંગ

Shreya-Ghoshal

સંજય લીલા ભંસાલીની અપકમિંગ ફિલ્મ ‘પદ્માવતી’ માટે બોલીવુડની સુરીલી ક્વીન શ્રેયા ઘોષાલે એક ગીત રેકોર્ડ કર્યું છે અને આ ગીત તેમના જીવનનું યાદગાર ગીત છે.

‘પદ્માવતી’ ની પહેલા શ્રેય ઘોષાલે ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માં એક લોકપ્રિય ગીત ગયું હતું જેની ટેગ લાઈન ‘દીવાની મસ્તાની’ હતું. શ્રેયાએ આ ખુશી પોતાના ટ્વીટર એકાઉન્ટમાં દર્શકો સાથે શેર કરી છે. તેણીએ લખ્યું કે, ‘આ ગીત મારા જીવનનું યાદગાર ગીત છે અને મે આને પુરા દિલથી ગાયુ છે.’

જાણકારી અનુસાર બોલીવુડમાં સંજય લીલા ભંસાલીની ફેવરીટ જોડી એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે શ્રેયાએ પોતાના કરિયરની શરૂઆત પણ ભંસાલીની ફિલ્મ એટલેકે ‘દેવદાસ’ થી કરી હતી. આ એક બાયોપિક ફિલ્મ છે. ફિલ્મનું શુટિંગ સપ્ટેમ્બરથી રાજસ્થાનમાં શરુ થઇ જશે.

આ ફિલ્મમાં દીપિકા રાજસ્થાનની રાણી ‘પદ્મા’ ના રોલમાં દેખાશે અને ‘જલાલુદ્દીન ખિલજી’ ના રોલમાં રણવીર સિંહ જોવા મળશે. આ બંને જોડી પહેલા એકસાથે ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માં જોવા મળી હતી.

Comments

comments


6,628 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 2 = 2