આવું લાગશે સ્ટેડિયમ
સુરતમાં ઇન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. મેલબોર્નના ક્રિકેટ સ્ટેડિયમની પેટર્નને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલા આ સ્ટેડિયમ માટે પાલનપોર એરિયામાં 78 હજાર ચોરસ મીટર જેટલી જગ્યા મળી ગઇ છે. સુરત મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમ માટે જુદી જુદી ડિઝાઇન્સનો સ્ટડી કરવામાં આવ્યા બાદ આ સ્ટેડિયમ મેલબોર્નના ક્રિકેટ સ્ટેડિયમની પેટર્ન પર ડિઝાઇન કરાશે એવું નક્કી કરાયું છે. આ સ્ટેડિયમની કેપેસીટી 1 લાખ જેટલી હશે. મેલબોર્ન સ્ટેડિયમની જેમ જ સુરતના આ સ્ટેડિયમમાં ક્રિકેટની સાથે ટેબલ ટેનિસ, લોન ટેનિસ પણ રમી શકાશે. સ્ટેડિયમમાં સ્વીમિંગ પુલ, ક્રાફેટેરિયા, રેસ્ટોરન્ટ પણ હશે. ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
– મેલબોર્નના ક્રિકેટ સ્ટેડિયમની પેટર્ન પર તૈયાર થઈ રહ્યું છે સુરતનું સ્ટેડિયમ
– સુરતના ખેલાડીઓને નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ પર રમવા માટે પ્લેટફોર્મ મળશે
– પાલનપોરમાં તૈયાર થઇ રહેલું આ સ્ટેડિયમ અમદાવાદના સ્ટેડિયમ કરતાં પણ મોટું
આ સ્ટેડિયમની પીચ પોર્ટેબલ છે, ક્રિકેટ નહીં રમાતું હોય ત્યારે પીચ હટાવી ગ્રાઉન્ડ પર અન્ય રમતો પણ રમી શકાય.આ સ્ટેડિયમમાં સ્વીિમંગપુલ અને ફૂડ કોર્ટ પણ તૈયાર કરાશે. અહીં ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓ પણ તૈયાર કરાશે સુરતી ખેલાડીઓને રમતો માટે એક નવું પ્લેટફોર્મ મળશે.
1 એલઇડી વિઝન અને સ્કોર બોર્ડ :
દર્શકોને મેચની જાણકારી આપવા માટે સ્કોર બોર્ડ અને એલઇડી વિઝન બોર્ડ મૂકવામાં આવશે.
2 સિક્યોરિટી અને સીસી કેમેરા :
સ્ટેડિયમ માટે અલગથી સિક્યોરિટીની સુવિધા અને સ્ટેડિયમના દરેક એરિયાને કવર કરતા સી.સી.ટીવી કેમેરા મૂકવામાં આવશે.
3 પોર્ટેબલ ક્રિકેટ પીચ :
સ્ટેડિયમનો અલગ અલગ ગેમ માટે ઉપયોગ કરાતો હોવાથી ક્રિકેટની પીચ ખરાબ ન થાય તે માટે પોર્ટેબલ ક્રિકેટ પીચ બનાવવામાં આવશે.
4 પેરેન્ટસ રૂમ :
બાળકો માટે એક સ્પેશિયલ રૂમ બનાવાશે, જ્યાં પેરેન્ટ્સ એમની કેર લઇ શકે. બાળકો માટે ફૂડિંગની વ્યવસ્થા પણ હશે.
5 વરીસ્ટબેન્ડ ફેસિલિટી :
પેરેન્ટ્સ મેચ જોતાં હોય અને બાળકો આમતેમ રમતા હોય ત્યારે બાળકો ખોવાઇ ન જાય એ માટે એમને વરીસ્ટ બેન્ડ પહેરાવવામાં આવશે. જેના પર પેરેન્ટ્સના નંબર લખેલા હશે. બાળકો ખોવાઇ જાય તો બેન્ડ પરથી પેરેન્ટ્સનો કોન્ટેક્ટ થઇ શકશે.
6 ફર્સ્ટ એઇડ :
સ્ટેડિયમમાં મેચ દરમિયાન જો કોઇને અકસ્માત થાય અથવા તો કોઇ નાની મોટી ઇન્જરી થાય તો સ્ટાફના માણસો કે સિક્યુરીટી પાસેથી ફર્સ્ટ એઇડ કિટ મેળવી શકશે.
સરદાર પટેલ સ્ટેડિયમ
– આ રહ્યાં ગુજરાતના સ્ટેડિયમ
1. સરદાર પટેલ સ્ટેડીયમ,અમદાવાદ
1982માં બન્યું
54,000 સિટિંગ કેપેસિટી
2. IPL સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ,વડોદરા
1990માં બન્યું
20,000 સિટિંગ કેપેસિટી
3. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ
2008માં બન્યું
28,000 સિટિંગ કેપેસિટી
મેલબોર્નનું સ્ટેડિયમ
– આવું છે મેલબોર્નનું ક્રિકેટ સ્ટેડિયમ
1859માં બન્યું
1,00,024 સિટિંગ કેપેસિટી
20,000 સ્કેવર મીટર
173.6મીટર લાંબુ * 148.3 મીટર પહોળું
દર અઠવાડિયે 350 માનવ કલાકો ગ્રાઉન્ડ મેઇન્ટેનન્સ માટે ખર્ચાય છે
ઉનાળામાં રોજ ગ્રાસ કટીંગ અને શિયાળામાં દિવસમાં બે વખત ગ્રાસ કટીંગ કરવામાં આવે છે
અલગ અલગ જગ્યાએ 8 સાયરન મૂકાઇ છે.
એટેન્ડેન્સ માટે બારોકોર્ડ સિસ્ટમનો ઉપયોગ કરાય છે.
બે ઇલેક્ટ્રીક વિડીયો સ્ક્રીન
એલઇડી એચ.ડી. સ્કોર બોર્ડ(25.24 મીટર પહોળું, 13.17 મીટર ઉંચાઇ)
સીસીટીવી કેમેરા
સૌજન્ય
દિવ્ય ભાસ્કર