મેયવેદરેની 4.8 મિલિયન ડોલરની નવી સુપર કાર.
વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં પ્રથમ ક્રમે રહેલો અમેરિકન બોક્સર ફ્લોયડ મેયવેદરે પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટે જાણીતો છે. ફરી મેયવેદરે પોતાની લક્ઝરી લાઇફનો ઠાઠ બતાવ્યો છે. મેયવેદરે 4.8 મિલિયન ડોલર (લગભગ 305928000 રુપિયા) ની Koenigsegg CCXR Trevita નામની સુપર કાર ખરીદી છે. વિશ્વમાં આવી ફક્ત ત્રણ જ કારો છે અને જેમાં એક મેયવેદરે ખરીદી છે. મેયવેદર પાસે 2 પ્રાઈવેટ જેટ અને 100 કારોનો કાફલો છે. મેયવેદર પાસે 55 મિલિયન ડોલર (લગભગ 3505975000 રુપિયા)નું કાર કલેક્શન છે. આ કાર 2.9 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લે છે.
સતત ત્રીજી વખત બન્યો વિશ્વનો ધનિક એથ્લેટ
અમેરિકન બોક્સર ફ્લોયડ મેયવેદર ત્રીજી વખત દુનિયાનો સૌથી ધનિક એથ્લેટ જાહેર થયો છે. પ્રતિષ્ઠિટ મેગેઝીને ફોર્બ્સે આ યાદી બહાર પાડી છે. ફોર્બ્સની યાદી પ્રમાણે તેની હાલની વાર્ષિક કમાણી 300 મિલિયન ડોલર છે. જેમાં 285 મિલિયન ડોલરની કમાણી સેલેરી અને એવોર્ડ્સમાંથી, જ્યારે 15 મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટ્સમાંથી આવે છે.
સફેદ રંગ છે પહેલી પસંદ
ફ્લોયડને સફેદ રંગની કાર વધારે પસંદ છે તેની ફક્ત બે કારનો રંગ અલગ છે. જેમાં એક કાળા રંગની કેડીલેક એસ્કેલેડ અને બીજી ગ્રે કલરની બુગાટી વેયરોન છે. આ કાર તેના મિયામી અને લોસ એન્જલિસમાં આવેલા ગેરેજમાં રહે છે. જ્યારે પણ તે ઘરે હોય છે ત્યારે કાર લઈને લોન્ગ ડ્રાઈવ ઉપર ઉપડી જાય છે.
બોક્સર ફ્લોયડ મેયવેદરની વાર્ષિક કમાણી
કુલ કમાણી – 300 મિલિયન ડોલર
સેલેરી/એવોર્ડ્સ – 285 મિલિયન ડોલર
એન્ડોર્સમેન્ટ્સ – 15 મિલિયન ડોલર
ફ્લોયડ મેયવેદર.
મેયવેદરની કાર.
મેયવેદરનું વોચ કલેક્શન.
મેયવેદરનો રજવાડી ઠાઠ.
મેયવેદરની જ્વેલરી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર