મેન ઇન કલરઃ આ રીતથી તમારાં લૂકને બનાવો રોકિંગ!

Man in color the 5 ways to make your  rocking!

તમારાં વોર્ડરોબમાં બ્લૂ, બ્લેક, વ્હાઇટ અને ગ્રેથી કંટાળી ગયા છો? સમય આવી ગયો છે કે તમે તમારાં વોર્ડરોબને થોડો રંગીન બનાવો. એ દિવસો ગયા જ્યારે માત્ર સ્ત્રીઓ જ રંગોની સાથે એક્સપિરિમેન્ટ્સ કરતી હતી. બદલાતા જતા સમયની સાથે હવે સામાન્ય માણસ પણ રંગોની દુનિયામાં આવવા લાગ્યા છે અને આ ટ્રેન્ડનો હિસ્સો બની રહ્યા છે. યોગ્ય રંગ બેશક તમારી સ્ટાઇલમાં વધારો કરે છે, રંગોથી તમારાં વોર્ડરોબમાં જાન આવી જાય છે. રંગોની વાત સાંભળીને ગભરાવાની જરૂર નથી, કેટલાંક સરળ નિયમ ફોલો કરીને તમે પણ શાનદાર દેખાવ મેળવી શકો છો. જો તમે રંગીન કપડાં પહેરવાની વાતને લઇને નર્વસ છો તો અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરો.

તમારી સ્કિનને માફક આવતા શેડ્સ પસંદ કરો

Man in color the 5 ways to make your  rocking!

જો તમારી સ્કિન ફિકી છે તો તમે ડાર્ક ટોન્સ કલર્સ જેવા કે બ્લૂ અને ગ્રીન પસંદ કરો. યાદ રાખો કે વ્હાઇટ અથવા અન્ય કોઇ હળવો કલર પસંદ ના કરો. જો તમારી સ્કિન ઘઉંવર્ણી અથવા શ્યામ છે તો તમારે યલ્લો અથવા ગ્રીન જેવા કલર્સ અવોઇડ કરવા જોઇએ. તમે મટમૈલા, ક્રિમ અથવા બ્લૂના અલગ અલગ ટોન્સની સાથે એક્સપિરિમેન્ટ કરી શકો છો. ઘઉંવર્ણો રંગ એક પરફેક્ટ સ્કિન ટોન હોય છે અને તમને એવા કલર્સ પસંદ કરવાનો અવસર આપે છે જે તમારાં સ્કિન કલરને વધારે નિખારે. જો તમારી સ્કિન શ્યામ છે તો તમે કોઇ પણ કલર્સ ટ્રાય કરી શકો છો. તમારાં ઉપર અંદાજિત તમામ બ્રાઇટ કલર્સ સારા લાગશે. પરંતુ બ્લેક, બ્રાઉન અથવા નેવી બ્લૂ જેવા શેડ્સને અવોઇડ કરો. આ સિવાય તમે વ્હાઇટ અને પેસ્ટલ કલરની સાથે એક્સપિરિમેન્ટ કરી શકો છો.

કેવી રીતે પહેરશો રંગોને

Man in color the 5 ways to make your  rocking!

અહીં એક જ સમયમાં એક જ બોલ્ડ કલર પહેરવાની અમે સલાહ આપી રહ્યા છીએ. તેને એક સ્ટેટમેન્ટ બનાવો, વધારે કલર્સ પહેરવાથી તમે ગોવિંદા જેવા લાગશો. તેને પહેરવાનો એક બેસિક નિયમ એવો છે કે- બ્રાઇટ કલર તમારાં આઉટફિટનો અન્ય લાઇટ પીસની સાથે કોમ્પલિમેન્ટ કરો. જેમ કે, જો તમે એક બોટલ ગ્રીન ટ્રેન્ચ કોટ પહેરી રહ્યા છો તો તેને ડાર્ક ડેનિમ અને હળવા ખાખી કલરના સ્વેટરની સાથે પેર કરો. બ્રાઇટ કલર્સની સાથે ન્યૂટ્રલ કલરના પીસીસ પેર કરવા જોઇએ. જો તમે રેડ શર્ટ પહેરવાનું વિચારી રહ્યા છો તેને એક ગ્રે બ્લેઝર અને બ્લેક જીન્સની સાથે પહેરો. કલર્સ સિલેક્શન પ્રસંગ ઉપર નિર્ભર કરે છે. એક ફોર્મલ આઉટિંગમાં કલર્સનો ટચ આપવાથી તેમાં હાર્મની (લય) દેખાય છે.

એક્સેસરીઝથી કરો શરૂઆત

Man in color the 5 ways to make your  rocking!

જો તમને રંગોની પસંદગીમાં થોડો ખચકાટ થઇ રહ્યો છે તો શરૂઆતમાં એક્સેસરીઝ સાથે એક્સપિરિમેન્ટ કરો. કલરફૂલ બેલ્ટ, પોકેટ સ્ક્વેર અથવા ટાઇ ટ્રાય કરો. બ્રાઇટ બ્લૂ, ગ્રીન અને રેડથી કંઇક કમાલ કરી બતાવો. માર્કેટમાં તમને કલરફૂલ લિનેન અથવા સૂટના બેલ્ટ અનેક વેરાઇટીમાં મળી જશે. પોકેટ સ્ક્વેયરના સુંદર કલર્સ અને પ્રિન્ટ્સ તમારાં લૂકમાં ચાર ચાંદ લગાવી દેશે. તેમાં ઓરેન્જ અથવા ડિપ રેડ ખૂબ જ સારો લાગશે. આ સિવાય મરૂન અને પેસ્ટલ શેડ્સમાં મળતી સુંદર ટાઇ પણ ટ્રાય કરી શકો છો આનાથી તમારાં વોર્ડરોબને એક વેરાઇટી મળશે.

લેયરિંગ

Man in color the 5 ways to make your  rocking!

ઉનાળામાં સિમ્પલ વ્હાઇટ ગોળ ગળાના ટીશર્ટને એક બ્રાઇટ કલરના લિનેન શર્ટની સાથે પહેરો અથવા કલર્ડ લિનેન બ્લેઝરને બ્લેક શર્ટની ઉપર પહેરો. શિયાળામાં એક બ્રાઇટ સ્વેટરને બ્રાઇટ લેધર જેકેટની અંદર પહેરો. આ સાથે તમે એક બ્લૂ ડેનિમ પહેરી શકો છો. કલર ટ્રાય કરવા માટે થોડી સાવધાની રાખો. જો તમે ગ્રે જેકેટ પહેરવાના છો તો તેને વ્હાઇટ અથવા બ્લેક શર્ટ અને નેવી બ્લૂ ટ્રાઉઝરની સાથે પહેરો અને બ્રાઇટ રેડ ટાઇ અથવા બ્રાઇટ ગ્રીન પોકેટ સ્ક્વેર પહેરીને તેમાં રંગોની ઝલક દર્શાવી શકો છો. એક કેઝ્યુઅલ આઉટિંગ પર જવાનું છે? તો કલર્ડ ચિનોઝને એક સારાં ફિટિંગના પેસ્ટલ નેહરુ જેકેટ અને વ્હાઇટ શર્ટની સાથે પહેરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,534 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>