મેડ ઇન ઇન્ડિયા હશે iPhone, કંપની ટૂંક સમયમાં શરૂ કરી શકે છે ફેકટ્રી

Made in India will be the iPhone, the company could start soon fectory

ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સ માટે એક સારા સમાચાર છે, હવે ભારતીયોને પણ એપલના આઇફોન અને આઇપેડ સસ્તા ભાવે મળી શકશે. આમ થવાનું કારણ એપલ આઇફોન અને ગેજેટ બનાવતી કંપની ફોક્સકોન ભારતમાં આઇફોન બનાવવા પ્લાન્ટ સ્થાપી શકે છે. આ કંપની હાલ મોટાભાગના આઇફોન ચીનમાં બનાવે છે, જોકે ભારતમાં તેનો પ્લાન્ટ બનશે તો ભારતીય માર્કેટમાં પણ આઇફોન સસ્તા ભાવે મળી રહેશે.

મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઇ પ્રમાણે એક મહિનાની અંદર ફોક્સકોન પોતાના અધિકારીઓને ભારત મોકલવાની છે અને જો બધુ બરાબર રહેશે તો ઉત્પાદન પ્લાન્ટનું લોકેશન પણ ફાઇનલ કરી લેવામાં આવશે.

દેસાઇએ સાથે સ્પષ્ટતા પણ કરી હતી કે કંપની હજીસુધી ભારત સાથે કોઇ કરાર કર્યા નથી. ફોક્સકોન કંપની પ્રમાણે તે ભારતમાં 2020 સુધીમાં 10-12 ફેસિલિટીઝ શરૂ કરવા પર ફોકસ કરી રહી છે. જેમા આઇફોનનું ઉત્પાદન કરવાની સાથે ડાટા સેન્ટર પણ રહેશે.

એક અહેવાલ પ્રમાણે આ કંપની ભારત અને વિદેશમાં વેચાણ માટે આઇફોન, આઇપેડ અને આઇપોડનું નિર્માણ ભારતમાં કરી શકે છે. જોકે આ મામલે એપલ ઇન્ડિયા તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. ભારતમાં આઇફોન 6 (વેરિયેંટ 16 જીબી) 44,000 અને 6 એસ 40,000માં વેચાય છે.

એપલની કિંમત ઘટશે અને લોકપ્રિયતા-માર્કેટ વધશે

Made in India will be the iPhone, the company could start soon fectory

એપલનું ભારતમાં 10 ટકા માર્કેટ શેર છે, જ્યારે સેમસંગ અને સ્થાનિક મોબાઇલ ઉત્પાદકોનો ભારતીય બજારમાં પ્રભુત્વ ઘણુ વધી ગયું છે. જોકે તેની પાછળ આઇફોન અને એપલ ગેજેટ ભારતમાં ઘણા મોંઘા મળતા હોવાનું છે. જેથી એપલ ભારતમાં બનવા લાગશે તો તેની કિંમત તો ઘટશે પરંતુ તેની લોકપ્રિયતા, માર્કેટ શેર તથા નફો તો ચોક્કસ વધવાનો જ.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,890 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>