સુરીલી ભારતીય સિંગર શ્રેય ઘોષાલ નું પુતળું ફેમસ મેડમ તુસાદ સંગ્રહાલય માં બનવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાઈ અને માધુરી દીક્ષિત બાદ પહેલી ભારતીય સિંગર એટલેકે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મેલોડી ક્વીન શ્રેયા ઘોષાલ નું આ મ્યુઝીયમ માં મીણનું પુતળું બનશે.
શ્રેયા ઘોષાલ મીણનું પુતળું મેડમ તુસાદની દિલ્લી શાખા માં લગાવવામાં આવશે. શ્રેયા નું સ્ટેચ્યુ તે ગાતી હોય તેવી પોઝીશન માં બનાવવા માં આવશે.
પોતાના સ્ટેચ્યુ અંગે શ્રેયાએ જણાવ્યું કે, ‘હું મેડમ તુસાદ નો હિસ્સો બનીને ખુબ ખુશ છુ, અહી કલાકારો, ઈતિહાસકારો અને દિગ્ગજ સેલેબ્રીટી વચ્ચે રહેવું એ ખૂબ સમ્માન ની વાત છે.’
જણાવી દઈએ કે દિલ્લી માં શ્રેયાનું પુતળું નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને અમેરિકી પોપ સિંગર લેડી ગાગા ની સાથે હશે. મેડમ તુસાદ મ્યુઝીયમ દિલ્લીમાં સામાન્ય માણસો માટે જુન માં ખુલશે.