સામગ્રી
* ૧૧/૨ કપ ટુકડા કરેલ પાકી કેરી,
* ૧/૨ કપ શુગર,
* ૧૧/૨ કપ કન્ડેન્સ્ડ મિલ્ક,
* ૨ કપ સાદું મિલ્ક,
* ૧ ટીસ્પૂન લેમન જ્યુસ.
રીત
મિક્સર બોક્સમાં ટુકડા કરેલ પાકી કેરી અને શુગર નાખી જ્યાં સુધી સ્મૂથ ન થાય ત્યાં સુધી ક્રશ થવા દેવું.
બાદમાં આ પેસ્ટને એક બાઉલમાં કાઢવું અને તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સાદું મિલ્ક અને લેમન જ્યુસ નાખી બરાબર વ્હીસ્ક (હલાવવું) કરવું. હવે આ મિશ્રણને એલ્યુમિનિયમ ની મોટી ચોરસ પ્લેટમાં નાખવું.
હવે આની ઉપર એલ્યુમિનિયમ ફોઈલ થી રોલ કરીને ફ્રીઝરમાં ૬ કલાક સુધી મૂકી રાખવું. ૬ કલાક બાદ આને ફ્રીઝમાંથી કાઢીને બધું મિશ્રણ મીક્સરના બોક્સમાં નાખવું અને ફરીવાર મિક્સરમાં પીસી સ્મૂથ પેસ્ટ કરવી.
ત્યારબાદ આને ફરીવાર એલ્યુમિનિયમ પ્લેટમાં નાખી ઉપર ફોઈલ થી રોલ કરીને ફ્રીઝરમાં ૧૦ કલાક સુધી રાખી મુકવું. પછી આને કપમાં કાઢીને સર્વ કરો.