મુસ્લિમોનો તહેવાર બકરી ઇદ

F0xvyC4

દુનિયાભરમાં મુસલમાનોમાં મનાવવામાં આવતો લોકપ્રિય ઇદ નો તહેવાર પવિત્ર રમજાન મહિનાના અંતમાં આવે છે. “ઇદ” એક અરબી ભાષા છે જેનો અર્થ પાછા ફરવું એવો થાય છે. ઇદમાં સામાન્ય રીતે સમુહમાં ખુશિયા મનાવવાનો તેમજ ઇન્સાનો વચ્ચે ભાઈચારા ની ભાવના સંચાર કરવાનો એક અનોખો અમુલય અવસર હોય છે.

ઈદના પવિત્ર તહેવારમાં સવારથી જ અનોખો ખુશીઓનો માહોલ જોવા મળે છે. નાના નાના બાળકો થી માંડી આબાલ વૃધ્ધ સહુ કોઈ નવા કપડા પહેરીને જલ્દીથી તૈયાર થઇ નમાજ અદા કરવા માટે જાય છે. ખાસ કરીને ઇદની નમાજ કોઈ ખુલ્લી જગ્યામાં અદા કરવામાં તેની ખાસ વિશેષતા છે. ઈદ-ઉલ-જુહા (બકરી ઇદ) વિશેષ કરીને ખુશી, પ્રાર્થના અને અભિવાદન કરવાનો તહેવાર છે.

ઇસ્લામી માન્યતા અનુસાર ઈબ્રાહિમની પરીક્ષા લેવા માટે તેણે પોતાના પુત્રની કુરબાની નો હુકમ કર્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઇસ્લાઈલ ને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જયારે તેણે પોતાનું કાર્ય પૂરું કરીને પટ્ટી હટાવીને જોયું તો તેનો પુત્ર જીવિત હતો અને તેની જગ્યાએ એક બકરીનું બચ્ચું કપાયેલું હતું. આ અલ્લાહ અને તેના હુકમ ના શ્રધ્ધાના પ્રતિક સ્વરૂપે છે. ઇદની નમાજ પછી કુરબાની નું ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ખાવામાં આવે છે.

બકરી ઇદના એક-બે સપ્તાહ પહેલા બજારોમાં બકરાઓનો ધસારો વિશેષ જોવા મળે છે. બકરાઓને સેહદમંદ અને તાજા-માજા રાખવામાં કઠીન જતન કરવામાં આવે છે. મુંબઈ, કલકત્તા, પટના, દિલ્હી જેવા મોટા શહેરોમાં બકરાઓને વેચવા માટે ખાસ મેદાન હોય છે, જ્યાં શહેરના લોકો જાય છે અને ઉંચી કિમતમાં બકરાઓને ખરીદે છે.

વિશ્વભરમાં મનાવવામાં આવતા આ પર્વે અલ્લાહ ની બંદગી કરવામાં આવે છે. ભૂખ્યા પેટે કષ્ટ સહન કરીને એ ગરીબોનો અહેસાસ કરે છે કે જેમને બે વખત જમવા પણ મળતું નથી. સામુહીક્તાની ભાવના બનાવવા માટે એ પણ કહેવામાં આવે છે કે ઇદની નમાજ અદા કરવામાં જતા વ્યક્તિ એક રસ્તેથી જાય અને બીજા રસ્તેથી પાછા આવે. આનો મુખ્ય ઉદેશ્ય એ જ છે કે રસ્તામાં પણ વધારેમાં વધારે ઈદ ની ખુશી વહેચવામાં આવે.

અલ્લાહનું નામ લઈને જાનવરો ને કુરબાન કરવામાં આવે છે. આ કુરબાની અને ગોશ્ત ને હલાલ કરવામાં આવે છે. જેને ત્રણ હિસ્સમાં વહેંચવામાં આવે છે. જેમાં એક હિસ્સો પોતાને માટે, બીજો હિસ્સો દોસ્તો અને સબંધીઓ માટે અને ત્રીજો હિસ્સો ગરીબો માટે. આમ ઇદ બધાને એક સાથે લઈને ચાલવાનો પૈગામ આપે છે. એ તે પણ દર્શાવે છે કે ઈન્સાન ને ખુદા નું કહ્યું માનવામાં, સચ્ચાઈ ની રાહ માં કુરબાન થઇ જવામાં હંમેશા તત્પર રહેવું જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,249 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>