મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત સાતમાં વર્ષે પોતાનો પગાર 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત રાખ્યો છે. તેમાં ભથ્થા અને કમિશન પણ સામેલ છે. આ પહેલા તેઓ દર મહિને બે કરોડ, મતલબ 24 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ લેતા હતા. આ વખતે કંપનીએ તેમના માટે 38.86 કરોડ રૂપિયાને પેકેજ મજૂર કર્યો હતું, પરંતુ મુકેશ અંબાણીએ તેને 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત રાખ્યું હતું. લગભગ 1.3 લાખ કરોડ રૂપિયાની સંપત્તિની સાથે મુકેશ અંબાણી દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.
કંપનીના વાર્ષિક અહેવાલ અનુસાર ઈડી પીએમએસ પ્રસાદનું પેકેજ પણ પાછલા વર્ષ જેટલું જ, મતલબ 6.03 કરોડ રૂપિયા છે. રિફાઇનરી પ્રમુખ પવન કુમાર કપિલનું પેકેજ થોડું ઘટ્યું છે. તેમને 2.49 કરોડની જગ્યાએ 2.41 કરોડ રૂપિયા મળશે. કંપનીમાં મુકેશ અંબાણીના પરિવારના બે સભ્ય ડાયરેક્ટર છે. નિખિલ મેસવાની અને હિતલ મેસવાની. તેમનું પેકેજ પણ પાછલા વર્ષના 12.12 કરોડથી ઘટાડીને 12.03 કરોડ કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોન-એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર છે. તેમને બોર્ડ બેઠકમાં ભાગ લેવા માટે પાંચ લાખ રૂપિયા અને કમીશનપેટે 78.64 કરોડ રૂપિયા લીધા છે.
મુકેશ અંબાણીનું વાર્ષિક પેકેજ
પગારઃ 4.16 કરોડ રૂપિયા
ભથ્થાઃ 60 લાખ રૂપિયા
નિવૃત્તિ લાભઃ 83 લાખ રૂપિયા
કમીશનઃ 9.41 કરોડ રૂપિયા
વિશાલ સિક્કા
ઇન્ફોસિસના સીઈઓ વિશાલ સિક્કાને વાર્ષિક પગાર પેટે 30 કરોડ રૂપિયા મળે છે.
કલાનિધિ મારન
સન ટીવી નેટવર્કના સીઈઓ કલાનિધિ મારન નો પગાર 59.89 કરોડ રૂપિયા છે.
કાવેરી કલાનિધિ
કાવેરી કલાનિધિ સન નેટવર્કમાં ડાયરેક્ટર છે, તેમનું વાર્ષિક પેકેજ 59 કરોડ 89 લાખ રૂપિયા છે.
પવન મુંજાલ
હીરો મોટોકોર્પના સીઈઓ પવન મુંજાલનું વાર્ષિક પેકેજ 37 કરોડ 88 લાખ રૂપિયા છે.
બ્રીજમોહન લાલ મુંજાલ
હીરો મોટોકોર્પના ચેરમેન બ્રીજમોહન લાલ મુંજાલનું વાર્ષિક પેકેજ 36 કરોડ 98 લાખ રૂપિયા છે
સૌજન્ય
દિવ્ય ભાસ્કર