BMW ના માલિક મુકેશ અંબાણી બન્યા

મુકેશ અંબાણી

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

આજે આખા ઉદ્યોગ જગતમાં ચર્ચા ચાલી રહી છે કે મુકેશ અંબાણીએ હાલમાં જ નવી BMW કાર બુક કરાવી છે. મુકેશ અંબાણીને લક્ઝરી કારનો ઘણો શોખ છે તે વાતથી કોઇ અજાણ નથી. હાલમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પુરી દુનિયામાં પોતાના ધન અને કિર્તીનો ડંકો વગાડી રહ્યા છે. મુકેશ અંબાણી પાસે અનેક લક્ઝરી કારોનું કલેક્શન પણ છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે તેની પાસે કેટલી કાર્સ છે. પરંતુ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિના આ ઘરમાં 6 ફ્લોરમાં તો માત્ર પાર્કિંગ જ બનેલુ છે જેમાં લગભગ 168 કાર્સ રાખી શકાય છે. તેની પાસે Maybach 62, Mercedes S class, Bentley Flying Spur, Rolls Royce Phantom અને બ્લેક Mercedes SL500 સહિત અનેક લક્ઝરી કાર્સ છે. હવે તેમાં એક નવી કારનો ઉમેરો થવા જઇ રહ્યો છે.

19 એપ્રિલ, 1957ના જન્મેલા મુકેશ અંબાણીની વ્યાવસાયિક કુનેહને પુરી દુનિયા માની ચુકી છે. ભારતના તે સૌથી ધનવાન બિઝનેસમેન છે. ફોર્બ્સ દ્વારા જાહેર લિસ્ટ અનુસાર મુકેશ અંબાણીનું નામ દુનિયાના 50 સૌથી ધનવાન વ્યક્તિઓમાં સામેલ છે. દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં તે 39માં નંબર પર છે. ભારતીય પેટ્રો રસાયણ ઉદ્યોગના બેતાજ બાદશાહ અને દુનિયાની ટોપ કંપનીઓમાં સામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દુનિયાના સૌથી મોંઘા ઘરમાં રહે છે.

રતન ટાટા

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car CollectionMukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

માત્ર એક લાખ રૂપિયાની નેનો કાર લાવનારા રતન ટાટાને કારોનો ક્રેઝ છે. તેમની પાસે સફેદ 508 બીએચપી જગુઆર XFR સ્પોર્ટ્સ સલુન છે. તેમની બે દાયકા જૂની Chrysler Sebring માત્ર 1000 માઇલ ચાલી છે. અમેરિકન બ્રાન્ડ્સ પ્રત્યે સોફ્ટ કોર્નર રાખનારા ટાટાને Cadillac XLR ફેવરીટ છે, તેમના કલેક્શનમાં માઝરાતી ક્વાત્રોપોર્તે (Maserati Quattroporte), મર્સીડીઝ એસએલ 500 અને રેન્જ રોવર ફ્રીલેન્ડર પણ સામેલ છે.

સ્ટીવ બલ્મીર

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

તેઓ hybrid Ford Fusion કાર વાપરે છે. તેની કિંમત આશરે રૂ. 10 લાખની છે.

વિજય માલ્યા

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

રેસિંગના શોખીન માલ્યા પાસે અનેક લક્ઝરી કાર પણ છે, જેમાં ફરારી 1965 કેલિફોર્નિયા સ્પાઇડર, Ensign MN08, રોલ્ય રોયસ 1913 Silver Ghost, જગુઆર XJ220, જગુઆર XJR15 રેસ કાર વગેરે સામેલ છે.

માર્ક ઝકરબર્ગ

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

ફેસબુકના માલિક ઝકરબર્ગની પાસે Acura TSX છે જેની કિંમત લગભગ 17 લાખ રૂપિયાની છે.

અનિલ અંબાણી

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

અનિલ અંબાણીની પ્રિય કારોમાંથી એક રેન્જ રોવર છે. પોર્શે અને લેક્સસ એસયુવી કારમાં પોતાના ઇન્ટિરિયર સાથે તે મજા માણે છે. રિલેક્સ રહેવા માટે મર્સિડીઝ 350, Lamborghini Gallardo વીકએન્ડને માટે વાપરવામાં આવે છે. તેમને કારનો ખૂબ જ શોખ છે.

લૈરી એલીસન

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

ઓરેકલના સ્થાપક લૈરી McLaren F1ને પસંદ કરે છે. તે ઝડપને માટે જાણીતી છે.

બિલ ગેટ્સ

Mukesh Ambani will become the owner of the BMW, other industrialists Car Collection

લક્ઝરી કારોનાં શોખને જોતાં બિલ ગેટ્સે તેમનાં ઘરમાં ત્રણ ગેરેજ બનાવડાવ્યા છે. તેમાંથી એક ગેરેજ 6300 ચોરસફુટનાં વિસ્તાર સાથે 10 કાર માટેની જગ્યા ધરાવે છે. પોર્શ 911 ટર્બોને તેઓએ વેચી દીધી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,908 views

facebook share

One thought on “BMW ના માલિક મુકેશ અંબાણી બન્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>