મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન

મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન

મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન

મુંબઈ માં ચાલી રહેલા ચોથા ઈન્ડિયા એન્જીનીયરીંગ સોર્સીગ-શૉમાં દેશ-વિદેશની 400થી વધુ કંપનીઓ જોડાઈ છે. ગોરેગામ (પૂર્વ)ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત આ એક્સપોમાં અસંખ્ય ઈજનેરી ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નવી મુંબઈ સ્થિત આઈડીયા ફોર્જ ટેક્નોલોજી દ્વારા રાખવામાં આવેલું માનવ રહિત એરિયલ વ્હીકલ (યુએવી) અથવા તો ડ્રોન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન

3 ઈડિયટ્સ’નું ડ્રોન

આ ડ્રોને આમીર ખાન અભિનીત સુપરહિટ ફિલ્મ ’3 ઈડિયટ્સ’માં એક એક નાનકડી ભૂમિકા પણ કરી હતી. થોડા મહિનાઓ પૂર્વે ફ્રાન્સેસ્કો પિઝૈરીયા દ્વારા યુએવીની મદદથી પિઝ્ઝાની સફળ ડિલીવરીનો વિડિયો જોઈને મુંબઈગરાંઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

આઈડીયા ફોર્જનાં યુએવી ‘નેત્ર’ તરીકે ઓળખાય છે. જેની ગણના એક ગંભીર વ્યવસાય તરીકે થાય છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)નાં સહયોગથી નેત્રને વિકસાવવામાં આવ્યુ છે.  સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ઉત્તરાખંડમાં થયેલી તબાહી વખતે ફસાયેલા લોકોને શોધવામાં અને નુકસાનનાં અંદાજ માટે રાષ્ટ્રીય આપદા નિવારણ દળે (એનડીઆરએફ) તેનો ઉપયોગ કર્યો હતો. તેમજ ડ્રોને આ બાબતે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન

ગુજરાત સરકારે પણ 2013 માં ભૂજમાં પૂરની સ્થિતિ પર નજર રાખવા ‘નેત્ર’નો ઉપયોગ કર્યો હતો. તેના અન્ય ઉપયોગકર્તાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, ભારત-તિબેટીઅન સરહદ પોલીસ અને દિલ્હી પોલીસનો પણ સમાવેશ થાય છે.

‘નેત્ર’ એ સંપૂર્ણ સ્વાયત્ત યુએવી છે. જેનો ઉપયોગ રોડથી લઈ 400 મીટર સુધીનાં વિસ્તાર પર નજર રાખવા કરી શકાય છે. તેમાં જીપીએસ અને શક્તિશાળી સેન્સર બેસાડવામાં આવ્યા છે. જેના કારણે તે મિશન પુરૂં કર્યા બાદ જ્યાંથી ઉડ્યું હોય તે સ્થળે પરત ફરે છે. તે વિશ્વનું સૌથી નાનું ઓટો પાયલટ કામગીરી ધરાવે છે. તેના ઉડ્ડયન દરમિયાન આ યુએવી જમીન પરની દરેક હિલચાલનાં વાસ્તવિક સમય સાથેનાં વિડિયો સતત મોકલે છે. તેમજ તેની વર્ટિકલ ટેક ઓફ એન્ડ  લેન્ડિંગ (VTOL) પદ્ધતિ તેને યુઝર ફ્રેન્ડલી બનાવે છે.

મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન

ડ્રોન બહુવિધ ઉપયોગમાં લઈ શકાય એવું છે. સર્વેલન્સની કામગીરી ઉપરાંત તેનો ઉપયોગ તહેવારોમાં કે મેળા સમયે ભીડ પર નજર રાખવા, મોંઘા હેલિકોપ્ટરને બદલે તેના દ્વારા એરિયલ સિનેમેટોગ્રાફી કરવા, ગગનચૂંબી ઈમારતોનાં એરિયલ ફોટોગ્રાફ્સ લેવા અને વન્યજીવન વ્યવસ્થાપનની સાથે તેના પર દેખરેખ રાખવાનાં કામમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

યુએસમાં 200 અને ચીનમાં 900 ડ્રોન ઉત્પાદકો છે. નાના અને ચાઈની ડ્રોન એક લાખથી ઓછી રકમમાં મળે છે. જેનો ઉપયોગ લગ્નની એરિયલ ફોટોગ્રાફી માટે કરી શકાય છે. તેની સરખામણીમાં ભારત આ ટેક્નોલોજી પ્રારંભિક સ્તરે છે. દેશમાં ડ્રોનનાં માત્ર 6-7 ઉત્પાદકો છે. જેમની સામે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાનો મોટો પડકાર છે.

Comments

comments


3,701 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 9