કોમેડીયન કિંગ કપિલ શર્માનો શો ‘ઘ કપિલ શર્મા શો’ ને બોલીવુડના મશહુર સિંગર મીકા સિંહે વખાણ કરતા કહ્યું કે ‘હું કપિલ શર્માનો બીગેસ્ટ ફેન છુ’. જોકે, કપિલ શર્મા અને કલર્સ ચેનલ વચ્ચે ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે.
તેમણે આ વાત વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેઈલ અને ગાયક કનિકા કપૂર ની સાથે શો જજ કરતા સમયે કહી હતી. મીકાએ જણાવ્યું કે હું કપિલ ને ખુબ લાંબા સમય બાદ મળી રહ્યો છુ. મારે ત્રણથી ચાર સોંગ્સ લોન્ચ કરવાના છે અને તેની પબ્લીસીટી માટે કપિલનો શો ‘ઘ કપિલ શર્મા શો’ સૌથી બેસ્ટ છે.
મીકા હવે કલર્સ પર પ્રસારિત શો ‘કૉમેડી નાઇટ્સ લાઈવ’ માં નહિ દેખાય. તેઓ આ શો છોડીને કપિલ શર્માના શો માં આવ્યા છે. તેણે એમ પણ કયું કે કપિલ પાજીનો શો ખુબજ હીટ છે અને હું આ શો નો હિસ્સો બન્યો તેનાથી મોટી વાત કોઈ બીજી હોઈ જ ન શકે.
જોકે, મીકાએ કપિલના વખાણ કર્યા એ કલર્સ ચેનલને પસંદ નથી આવ્યું તેથી તેમને મીકાને અને ‘ઘ કપિલ શર્મા શો’ ના પ્રોડ્યુસરને કાનૂની નોટીસ આપી દીધી છે. કલર્સ ચેનલે મીકા સિંહને ચેનલની બહારનો રસ્તો બતાવી દીધો છે.
તમને જણાવી દઈએ કે મીકા સિંહ ‘કૉમેડી નાઇટ્સ લાઈવ’ નો હિસ્સો બનેલ છે, જે કલર્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે.