હાલમાં બોલીવુડની ગળીઓમાં એ હોટ ટોપિક બની રહ્યો છે કે બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાન ની ડોટર ‘ઈરા’ જલ્દીથી જ બોલીવુડમાં દેબ્યુટેન્ટ કરવા જઈ રહી છે.
થોડા સમય પહેલા પણ અન્ય બોલીવુડ સ્ટાર્સ ના કિડ્સની એન્ટ્રી બોલીવુડમાં થઇ રહી છે તેવું જાણવા મળ્યું હતું જેમકે, સૈફ/અમૃતાની છોકરી સારા અલી ખાન, અમિતાભની ભાણી નવ્યા નંદા, શાહરૂખનો પુત્ર આર્યન, શ્રી દેવી પુત્રી જહાનવી અને શાહીદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર વગેરે જેવા અન્ય સ્ટાર કિડ્સ….
એવામાં હાલ વધુ આમીરની પહેલી પત્નીની છોકરી ‘ઈરા ખાન’ નું નામ જોડાઈ રહ્યું છે. બોલીવુડ ના સ્ટાર્સ કિડ્સ એક્ટર ન હોવા છતાં પણ હંમેશા લાઇમલાઇટમાં આવતા જ રહે છે.
આમીરની પુત્રી ઈરા બોલીવુડમાં એન્ટ્રી તો કરી રહી છે પણ એક એક્ટર તરીકે નહિ. કારણકે તેને એક્ટિંગ કરવા કરતા બાળપણથી જ મ્યુઝીકમાં વધારે રૂચી છે. ઈરા સંગીતકાર રામ સંપત સાથે તેમની અસીસ્ટેન્ટ તરીકે દેબ્યું કરશે.
ઉલ્લેખનીય છે કે ઈરા આમીરની પહેલી પત્ની રીના દત્તા ની પુત્રી છે. પહેલી પત્ની થી તેમને બે સંતાનો છે, ઈરા અને જુનૈદ. તો જોવાનું રહ્યું કે શું ઈરા ને પોતાના પિતા ની જેમ બોલીવુડ ઇન્ડસ્ટ્રી સકસેસ મળશે કે નહિ? વેલ, આ તો આવનાર સમય જ જણાવશે.