સામગ્રી
* ૧૧/૨ ટીસ્પૂન ઘી,
* ૧ કપ છીણેલ દુધી,
* ૧/૪ કપ ખાંડ,
* ૨ ટીસ્પૂન દૂધ,
* ૧/૨ કપ માવો,
* ૧ ટીસ્પૂન બદામની સ્લાઈસ,
* ૧ ટીસ્પૂન ડ્રાય દ્રાક્સ.
રીત
તવામાં ઘી, છીણેલ દુધી નાખી થોડી સોફ્ટ થવા દેવી (૨ થી ૩ મિનીટ સુધી). પછી ખાંડ, દૂધ નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે આને ઘીમાં તાપે ૪ થી ૫ મિનીટ સુધી ઢાંકણ ઢાંકીને કુક થવા દેવું.
પછી આ મિશ્રણમાં માવો નાખી મિક્સ કરવું. આને ગાર્નીશ કરવા બદામની સ્લાઈસ, દ્રાક્સ નાખવી. ત્યારબાદ તૈયાર છે માવા યુક્ત દુધીનો હલવો.