માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે.
કોઈ કહે છે કે રુદ્રાક્ષના મણકાવાળી માળા ફેરવવામાં આવે તો તેમાં રહેલા વૈદકીય ગુણોથી તંદુરસ્ત રહેવાય છે. કોઈ કહે છે કે ખરાબ દૃષ્ટિથી બચવા તે ઉત્તમ રક્ષણ છે. કોઈ વળી ૧૦૮ મણકા સાથે આઠસો મંત્રનું ગણિત જોડે છે ને આઠ વાર ફેરવવાના સતત અનુસંધાન માટે સો ઉપર આઠ મણકા મૂક્યાનું રહસ્ય ગણાવે છે. કોઈ વળી હિંદુઓ માટે ૧૦૮નો આંક મહાન ‘સન્માન દર્શક સંજ્ઞા’ તરીકે ઓળખાવી જપમાળાનું શુદ્ધ આર્યત્વ સ્થાપે છે.
કમળ બીજના મણકાથી માંડી પુત્રજીવ, રુદ્રાક્ષ, તુલસી, રક્તચંદન, ચંદન ને સામાન્ય કાષ્ઠ સુધીની સૌ કોઈ માળા સદ્ગુરુપ્રાસાદિક હોય તો તે ઉત્તમ જ છે. તે સિવાય સ્ફટિક, વૈદૂર્ય, પ્રવાલ કે સુવર્ણમોતીની હોય તો પણ તે અભદ્ર છે. માળામાં કોઈ મણકે-મણકે દોરાગાંઠ પાડે છે. કોઈ ભાતીગળ ફૂમતાથી મેરુને શણગારે છે પરંતુ ભાવપ્રાધાન્ય મહત્ત્વનું છે.
માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે, અલબત્ત બધાની પદ્ધતિઓ અલગ અલગ છે. જો કે એ વાત વિદ્વાનોએ સિદ્ધ કરી આપી છે કે હિન્દુ સિવાયના અન્ય ધર્મોમાં માળાની પ્રણાલિકા જોવા મળે છે તેનું મૂળ હિન્દુ ધર્મ જ જણાય છે.
હિન્દુ ધર્મમાં સાધનાના પ્રતીકરૂપ બની ગયેલી માળાએ અન્ય ધર્મોમાં કેવું સ્વરૂપ ધારણ કર્યું છે તે પણ સમજવા જેવું છે. ઇસ્લામમાં માળાને ‘તસબીહ’ કહેવામાં આવે છે. તસબીહમાં ૯૯ મણકા હોય છે. ‘અલ્લાહ’નું નામ જપતાં તેઓ તસબી ફેરવે છે. તસબીનો મુખ્ય મણકો ‘ઈમામ’ કહેવાય છે. આ માળા ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય છે. મોટે ભાગે ત્રણેય ભાગોના મણકાના રંગ જુદા જુદા હોય છે. તેનો આકાર પણ ભિન્ન હોય છે અને જુદાં જુદાં દ્રવ્યોમાંથી બનેલા હોય છે.
મુસ્લિમોમાં બીજા પ્રકારની માળા પણ જોવા મળે છે. તેમાં ૯૯ ને બદલે ૧૦૧ મણકા હોય છે. તેની સાથે ૧૦૧ પયગમ્બરોનાં નામ જોડાયેલા છે એવી એક માન્યતા છે. મુસ્લિમોમાં માળાનો પ્રચાર ક્યારથી થયો તે વિશે ઘણી બધી માન્યતાઓ છે. ૯મી શતાબ્દીના એક પુરાણા મુસ્લિમ ગ્રંથમાં તસબીહનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ વિદ્વાનોનું માનવું છે કે ભારતના બૌદ્ધો પાસેથી તેમણે માળાની પરંપરા મેળવી છે
માળા-કંઠી ગળામાં શા માટે ?
અધિક જાપ કરવાવાળી વ્યક્તિઓને – ખાસ કરીને જે ‘ઉપાંશુ’ – ચૂપચાપ હોઠ અને જીભ હલાવ્યા વિના – જેનું શાસ્ત્રમાં અધિક માહાત્મ્ય વર્ણવેલું છે – જાપ કરતા હોય એમની કંઠ-ધમનીઓને અધિક પરિશ્રમ કરવો પડે છે. એટલે ભય રહે છે કે ક્યાંક એ સાધક ગલગંડ, કંઠમાળ આદિ રોગોથી પીડાય નહિ. આ ભયથી બચવાને માટે તુલસી, રુદ્રાક્ષ આદિ દિવ્ય વૃક્ષોમાંથી બનાવેલી કંઠી, માળા ધારણ કરવામાં આવે છે. આ વૃક્ષો ઉપરના રોગોને દૂર કરવા માટેની સફળ ઔષધિ છે. (આ એક અનુભવસિદ્ધ પ્રયોગ છે કે નાના બાળકોને ગળામાં તુલસી કે રુદ્રાક્ષની કંઠી પહેરાવવામાં આવે તો દાંત આવતા હોય તેની પીડા તથા ગલગંડ અને કંઠમાળ આદિ રોગો દૂર થઈ જાય છે