માર્ક ઝુકરબર્ગ વસાવવા જઇ રહ્યા છે ફેસબુક ‘G Town’

Facebook G Town

સોશ્યલ મીડિયાની નવી દુનિયા બનાવનારા ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પોતાનું નવું શહેર બનાવી રહ્યા છે. સેન ફ્રાન્સિસ્કોમાં 200 એકરની જમીનના એક પ્લોટ પર બનનારા આ શહેરમાં ફેસબુકના 10000 કર્મચારી હશે, ઝકરબર્ગ ઇચ્છે છે તે તેઓ પોતાની કંપનીના હેડક્વાર્ટરની પાસે આ શહેર બનાવે. તેને હાલમાં G Townનું નામ આપવામાં આવ્યું છે. તેમાં સુપર માર્કેટ, હોટલ અને લક્ઝરી એપાર્ટમેન્ટ હશે, એટલું જ નહીં ઇકો ફ્રેન્ડલી ફીલને માટે દરેક બિલ્ડિંગની 40 ફીટની ઉંચાઇ પર Oak trees લગાવી શકાશે. ઝકરબર્ગ તેને જલ્દી તૈયાર કરવા ઇચ્છે છે.

Facebook G Town

લક્ઝરી વિલાથી લઇને એપાર્ટમેન્ટ સુધી

આ જી ટાઉનમાં કંપનીના હાઇ પેજ એક્ઝિક્યુટિવ્સને માટે લક્ઝરી વિલા તો હશે જ સાથે ટ્રેની સાથે અન્ય નાના કર્મચારીઓને માટે પણ એપાર્ટમેન્ટ હશે, સિટી પાણીના કિનારે બની રહી છે. આ માટે અદભૂત દ્શ્યો પણ મળી રહેશે, ઝકરબર્ગના આ પ્રોજેક્ટને માટે રૂ. 400 મિલિયન ડોલર ખર્ચ કરવાની યોજના છે. તેઓએ આ માટે જાણીતા આર્કિટેક્ટ ફ્રેન્ક ગેરીને હાયર કર્યા છે. તેઓએ બિલબાઓના જાણીતા ગુગનહેમે મ્યુઝિયમની ડિઝાઇનને તૈયાર કરી છે.

Facebook G Town

આ લોકોએ પણ વસાવ્યું છે પોતાનું શહેર

દુનિયાના અમીરોની ફોર્બ્સ લિસ્ટમાં 15માં સ્થાને રહેનારા ઝુકરબર્ગ એકલા બિઝનેસ ટાયકૂન નથી. જે પોતાની કંપનીને માટે શહેર વસાવી રહ્યા છે. તેમના પહેલાં કેડબરી ફેમિલિએ પણ બર્મિંઘમની નજીક બોર્નવૈલી નામનું શહેર વસાવ્યું છે. રછી તેમને આ નામ પોતાના એક પ્લેન ચોકલેટ બ્રાન્ડને પણ આપ્યું. આ સિવાય અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે પણ કંપનીને માટે અલગ શહેર વસાવવાની યોજના બનાવી હતી.

Facebook G Town

Comments

comments


4,348 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 8