મારે દીપિકા અને કેટરીનાની જેમ રાતોરાત સ્ટાર નથી બનવું

મારે દીપિકા અને કેટરીનાની જેમ રાતોરાત સ્ટાર નથી બનવુંબોલિવૂડની અભિનેત્રી એ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પીકેમાં લીડ રોલ કર્યો છે. તેણે પત્રકારોને કેટલાક સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે પહેલાં મને અભિનેત્રી બનવામાં સહેજ પણ રસ ન હતો અને તે માટે કોઈ પ્લાન પણ નહોતો બનાવ્યો. મારા મનને ગમ્યું તે મેં કર્યું છે.

મારી પ્રથમ ફિલ્મ બાદ મેં અન્ય સ્ટારની જેમ રાતોરાત સ્ટાર બની જવાની ક્યારેય ઈચ્છા નથી રાખી. જેમ કે રણબીર કપૂરરણવીરસિંહદીપિકા પદુકોણ અને કેટરીના કૈફ જેવી રીતે સ્ટાર બની ગયા છે. તેમજ કોઈ પણ મેગેઝિનના કવર પેજ પર મને સ્થાન આપીને મોટી સ્ટાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી.

અનુષ્કાએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકો મને કેટલાક જાણીતા સ્ટાર સાથે ફિલ્મ કરવાનું કહે છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ સો કરોડની ક્લબમાં પહોંચી શકે છે પણ આ વાત મને ઠીક લાગતી નથી.

Comments

comments


3,540 views

Leave a Reply

Your email address will not be published.


2 + = 8