મારે છુટા છેડા જોઈએ છે

ફેસબુક પર અંગ્રેજીમાં સૌથી વધુ વખત શેર થયેલ ઈંગ્લીશ સ્ટોરીનું ગુજરાતી વર્ઝન આજે જ માણો અને ગુજરાતીઓમાં શેર કરો !

“મારે છુટા છેડા જોઈએ છે”

10678660_930125890335567_7527488468495216639_n

એક મોડી રાત્રે હું મારા ઘરે ગયો. મારી પત્ની મને જમવાનું પીરસતી જ હતી કે મેં એનો હાથ પકડીને રોકતા કહ્યું. મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે. તે નીચે બેઠી અને જડપથી ખાવા લાગી. હું એની આંખોમાં નિરાશા સાફ જોઈ શકતો હતો.

મને સમજાતું નહોતું કે હું કેવી રીતે વાત કરું પણ મારુ એને કહેવું જરૂરી હતું કે હું શું વિચારી રહ્યો છું… અને મેં કહી દીધું, “મારે છુટા છેડા જોઈએ છે”. એણે મારા શબ્દો સાંભળીને કોઈ આશ્ચર્ય ના થયું, ઉપરથી મને શાંતિ થી પૂછ્યું, કેમ?

મેં એના પ્રશ્ન નો કોઈ જવાબ ના આપ્યું. મારું મૌન એને ના ગમ્યું. જમવાનું ફેકીને એ મારી સામે જોતા રાડ પાડીને બોલી તમે માણસ નથી… એ રાત્રે અમે એક બીજા સાથે કોઈ વાત ના કરી. એ રડતી રહી અને હું જાણતો હતો એના મનમાં ઘણા પ્રશ્નો હતા. એ જાણવા માગતી હતી કે આખરે અમારા લગ્નજીવન ને થયું છે શું? પણ એને આપવા માટે મારી પાસે કોઈ સંતોષ કારક જવાબ નહતો. સાચું કહું તો હું એને પ્રેમ કરતોજ ન હતો. હૂ તો બસ એના પર તરસ ખાઈ ને એની જોડે સમય વિતાવતો હતો..

એક અપરાધ ભાવે એનાથી અલગ થવાના નિર્ણય સાથે મેં ડિવોર્સ પેપર એના હાથ માં આપ્યા. જેમાં અમારા છૂટા-છેડા ના બદલામાં અમારું ઘર, કાર, અને મારી કંપની ના ૩૦% શેઅર એને આપવાનું લખાણ હતું. તેણે પેપર ને ઉપરછલ્લી રીતે જોયા. અને અચાનક પેપર ના ફાડીને ટુકડા કરી નાખ્યા. જે સ્ત્રીએ મારી જોડે એના જીવન ના ૧૦ વર્ષ વિતાવ્યા એ અચાનક અંજાન બની ગઈ હતી. મારી પાસે એને કેહવા માટે વીતેલી ઘણી વાતો હતી પણ મેં સમય બરબાદ કર્યા વગર હિંમત કરીને કહી દીધું કે, “હું વંદના ને પ્રેમ કરું છું”. છેવટે એ પોક મુકીને મારી સામે રોવા લાગી, જેની મને આશા પેલેથીજ હતી… મારા માટે એના આંસુ એક છુટકારો હતો. છુટા થવાનો જે વિચાર મને કેટલાય દિવસોથી સતાવતો હતો આખરે આજે વ્યક્ત થઈજ ગયો…

બીજા દિવસે હું રાત્રે લેટ ઘરે આવ્યો અને મેં જોયું તે ટેબલ પર કંઈક લખી રહી હતી. હું જમ્યા વગર સીધો મારા રૂમમાં જઈ ને સુઈ ગયો. હું થાકી પણ ગયો હતો, કેમ કે વંદના સાથે હું એ દિવસે ફરવા ગયો હતો. મોડી રાત્રે મારી આંખ ખુલી તો એ ત્યાજ ટેબલ પર કઈક લખી રહી હતી. હું પરવા કાર્ય વિના પાછો સુઈ ગયો.

સવારે એણે મારી પાસે આવીને છૂટાછેડા માટેની પોતાની શરત જણાવી. એણે કહ્યું કે તે મારી જોડેથી કશુજ લેવા નથી માગતી. એને કહ્યું છુટા થાય પહેલા ફક્ત એક મહિનાની નોટીસ જોઈએ છે. એને મને વિનંતી કરી કે આ એક મહિનામાં અમે બંને એક બીજાની જોડે સામાન્ય પતિ-પત્ની ની જેમ રેવાનો દેખાવ કરીશું. એનું કારણ સ્પષ્ટ હતું, અમારા બાળકની મહિનામાં પરીક્ષા હતી, અને એ તૂટેલા લગ્નની વાત જણાવીને બાળકને પરીક્ષા પહેલા સ્ટ્રેસ આપવા નહોતી માંગતી.

એની શરત વ્યાજબી હતી. પણ એના મનમાં હજુ વધારે હતું. એ બોલી, “યાદ કરો લગ્ન ની પહેલી રાત્રે તમે મને કેટલો પ્રેમ કર્યો હતો મારી કેટલી કાળજી રાખી હતી”.. એને કહ્યું લગ્ન ના એક મહિના સુધી બેડરૂમ ની બહાર દેખાવ પુરતું પણ રોજ તમે મારી આટલી કાળજી રાખશો…મને લાગ્યું આ ગાંડી થઇ રહી છે. પણ એનાથી છૂટવા માટે મેં એની વિચિત્ર શરત માની લીધી…

મેં વંદનાને પણ મારી પત્નીની શરત વિષે વાત કરી. તે જોર-જોર થી હસવા લાગી, અને બોલી આ એક મુર્ખામી ભરી શરત છે. એને જે નુસખા અપનાવા હોય તે અપનાવે પણ એને છૂટાછેડા તો ફેશ કરાવજ પડશે. વંદના ના શબ્દો માં ધ્રુણા હતી.

જ્યારથી છુટા-છેડાની વાત થઇ ત્યારથી મારી પત્ની અને મારી વચ્ચે કોઈ શારીરિક સંબંધ નહોતો બંધાયો. એની શરત મુજબ પ્રથમ દીવસ થીજ મેં બેડરૂમની બહાર એની ખોટી કેર કરવાનું શરુ કરી દીધું. પણ એ મને બહુ અસહજ લાગતું. મારો પુત્ર અમારું વર્તન જોઈ ને ખુશ હતો. મને એને કહ્યું ડેડી મમ્મીને ગોદમાં ઉપાડો ને..

મને એના શબ્દો ઘા ની માફક વાગ્યા. છતાય એની ખુશી માટે મેં એમ કર્યું. બેડરૂમ થી સીટીંગ રૂમ અને મેઇન ડોર એમ ૧૦ મીટર હું એને મારા હાથ માં ઉપાડી ને ફર્યો. એ પોતાની આંખો બંધ કરીને ધીમેથી બોલી: “આપણા બાળક ને છુટા-છેડા ની વાતની જાણ નાં થવા દેતા.” મેં હા કહીને એને નીચે ઉતારી. એ પોતાના કામે જવા બસ ની રાહ જોવા લાગી અને હું મારી કાર લઇને એકલો ઓફીસ જવા નીકળ્યો.

બીજા દિવસે અમે થોડા હળવાશથી વર્તવા લાગ્યા. એ મારી છાતી પર માથું મૂકીને સુતી હતી, મને એના શરીર ની સુવાસ આવી રાઈ હતી. મને રીયલાઈઝ થયું કે મેં આ સ્ત્રીને કેટલાય સમય થી આટલી ધારીને જોઈ નહતી. એ હવે યુનાન નહોતી લગતી, એના મો પર નાની અને નવી સ્વીટ કડચલીઓ દેખાતી હતી. એના થોડાક વાળ પણ સફેદ થઇ ગયા હતા. જાણે અમારા લગ્નજીવને એની જોડેથી આ બધું કર સ્વરૂપે વસુલી લીધું હોય. એક મિનીટ માટે મને થયું હું આની જોડે આ શું કરી રહ્યો છું?

ચોથા દિવસે જયારે મેં તેને ઉપાડી તો મને ફરી એનાથી આત્મીયતાની લાગણી જન્મી. આ એજ સ્ત્રી છે જેને પોતાના જીવન ના ૧૦ વર્ષ મને આપ્યા. પાંચમા અને છટ્ઠા દિવસે મને ફીલ થયું કે અમારી કામુકતા એક બીજા માટે પાછી વધી રહી છે. મેં આના વિષે વંદના ને કંઈજ ના કીધું… વિતતા મહિનાના દિવસોની સાથે એને ઉપાડવાનું પણ થોડું ઇઝી લાગતું હતું.

એક સવારે એ શું પહેરવું એ વિચારો માં હતી. એણે બે ત્રણ સાડી અને ડ્રેસ ટ્રાય કર્યા પણ શુટેબલ ? ચુઝ નહોતી કરી શકતી. અચાનક એ બોલી મારા બધા ડ્રેસ અને બ્લાઉઝ મને મોટા પડે છે. મને અચાનક લાઈટ થઇ કે તે પેલા કરતા દુબળી થઇ ગઈ છે એટલા માટેજ કદાચ હું એને રોજ સવારે આસાનીથી ઉચકી શકું છું.અચાનક મને લાગ્યું કે એના દિલ માં બહુ બધું દુઃખ અને કડવાસ ભરાઈ છે. આપમેળે હું એની તરફ ગયો અને એને પકડી લીધી.

એજ ક્ષણે અમારો પુત્ર આવ્યો અને બોલ્યો,”ડેડ, ઇટ્સ ટાઇમ ટુ કેરી મોમ આઉટ”. એના ડેડ એની મમ્મીને ઉપાડે એ એના જીવન નો જાણે મહત્વનો ભાગ હતો. મારી પત્નીએ અમારા બાળકને જોડે બોલાવીને પ્રેમથી આલિંગન કર્યું. મેં મારું મોઢું બીજી બાજુ ફેરવી દીધું, હું ડરતો હતો કે કદાચ છેલ્લી મીનીટે હું મારું મન બદલીના નાખું. પછી મેં એને ઉપાડી અને બેડરૂમથી સીટીંગ રૂમ અને હોલ અને કિચન તરફ લઇ ગયો, એની આંગળીઓ સોફ્ટલી અને સહજ રીતેજ મારા ગળા ઉપર ફરતી હતી. મેં એના શરીરને જકડી ને પકડ્યુ હતું. અમારા લગ્નની પહેલી રાતની જેમ જ.

પણ એના ઓછા વજને મને ચિંતિત કરી દીધો. મહિના ના છેલ્લા દિવસે જયારે મેં એને ઉપાડી ત્યારે હું મારો પગ પણ મૂકી નહોતો શકતો એટલો ઉદાસ હતો. અમારો પુત્ર સ્કુલે ગયો. મેં એને ટાઈટ પકડી અને કહ્યું, “મેં ક્યારેય નોટીસ નહોતું કર્યું કે આપણા બંને વચ્ચે આટલી બધી આત્મીયતા છે”.

એટલું કહી ને હું જલ્દી થી ઓફીસ જવા નીકળ્યું. ઓફિસે કાર પાર્ક કરીને દરવાજો જોયા વગર ધડાક થી કાર ની બહાર આવી ગયો. હું ડરતો હતો કે કોઈ પણ જાત ની સમય ની બરબાદી મારા નિર્ણય પર પાણી ના ફેરવીદે. હું લીફ્ટ માં ઉપર ગયો. વંદનાએ દરવાજો ખોલ્યો. મેં કહ્યું “સોરી વંદના હું મારી પત્ની ને ક્યારેય છૂટાછેડા નાં આપી શકું”.

વંદનાએ આશ્ચર્ય થી મારી સામે જોયું અને મારા કપાળ પર હાથ મુકતા બોલી, તને તાવ આવ્યો છે? મેં એનો હાથ મારા માથે થી હટાવ્યો અને ફરી કહ્યું સોરી, હું ડીવોર્સ ના આપી શકું. મારી મેરેજ લાઈફ લગભગ બોર થઇ ગઈ હતી કેમ કે અમને બંને ને જીવનની અને એક બીજાની વેલ્યુ ની નહોતી ખબર. એટલા માટે નઈ કે અમે એક બીજાને પ્રેમ નોતા કરતા. હવે મને અહેસાસ થયો છે કે મેં લગ્ન ના પ્રથમ દિવસે મારી પત્નીને જેમ ઉપાડી હતી એમ આખી જીંદગી મારે એને ઉપાડવાની જરૂર છે. એની કેર કરવાની જરૂર છે.
વંદના અચાનક ઘાઢ ઊંઘમાંથી બહાર આવી હોય એમ જોવા લાગી.

એને મને ખેચી ને એક લાફો માર્યો અને જોરદાર અવાજ સાથે દરવાજો બંધ કરી દીધો અને મોટા અવાજે રોવા લાગી. હું ધીમા પગલે નીચે ગયો. કાર ડ્રાઈવ કરીને એક ફૂલ વાળાની દુકાને ગયો ત્યાંથી મારી પત્ની માટે એક બુક્કે ખરીદ્યું. સેલ્સગર્લે મને પૂછ્યું, “સર કાર્ડ પર શું લખું”? મેં એને સ્માઈલ આપી અને લખ્યું, “હું છેક મૃત્યુ સુધી રોજ સવારે તને ઉપાડવા માટે તૈયાર છું, શું આપણે અલગ થવું જોઈએ”?

એ સાંજે હું મારા ઘરે પહોચ્યો, હાથ માં ફૂલ અને મોઢે સ્માઈલ સાથે. હું લીફ્ટ માં ઉપર ગયો મનમાં સપનું લઈને કે મારી પત્ની મને જોઈને ખુશ થઇ જશે. હું દરવાજો ખોલીને અમારા બેડરૂમ માં ગયો તો જોયું કે મારી પત્ની બેડ પર મૃત્યુ પામી છે. મારી પત્ની કેન્સર થી છેલ્લા એક મહિના થી લડી રહી હતી અને હું એ આખો મહિનો વંદના સાથે વ્યસ્ત હતો. એ જાણતી હતી કે એ બહુ જલ્દી મરવાની છે છતાય મારા પુત્ર અને દુનિયા ની નજરમાં હું એક સારો પતિ બની રહું એટલા માટે એને આ બધું કર્યું.

હું મારી વાત દુનિયા સામે શેર કરું છું કારણ કે, મેં કરેલી મુર્ખામી અને મહાપાપ બીજું કોઈ કરતુ અટકે…

તમારા “જીવનસાથી” ને આપેલી એક નાનકડી લાગણી, પ્રેમ, હુંફ તમારા જીવન માં ખુબજ જરૂરી છે. જેની જગ્યા બંગલો, ગાડી, પ્રોપર્ટી, પૈસા કે “એક્સ્ટ્રા મેરીટલ રીલેશનશીપ” ક્યારેય ના લઇ શકે.

તો તમે પણ આજથી જ તમારા જીવનસાથીમાં એ સમય શોધો, જેનાથી નાની નાની વાતોમાં ખુશ રહી શકાય અને સબંધો માં આત્મીયતા સ્થાપી શકાય..

જો તમે આ વાત શેર નહિ કરો તો તમારું કઈ નઈ જાય..
પણ જો કરશો તો કોઈ લગ્નજીવન તૂટતું બચાવી શકશો…

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,645 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>