મારુતી બનાવશે વધુ માઇલેજ આપતી હાઇબ્રિડ કાર

મારુતી બનાવશે વધુ માઇલેજ આપતી હાઇબ્રિડ કાર

દેશની ટોચની કાર કંપની મારુતી સુઝુકી હાઇબ્રિડ કાર બનાવવાની દિશામાં ખૂબ ગંભીર રીતે આગળ વધી રહી છે. આ હાઇબ્રિડ કાર ખૂબ સારી માઇલેજ આપશે અને ખૂબ સસ્તી પણ હશે. હાલમાં ભારતમાં હાઇબ્રિડ ટેક્નૉલોજીનું ખાસ ચલણ નથી.

મારુતી કંપની અલ્ટો સહિતની તમામ કારમાં આ ટેક્નૉલોજીનો ઉપયોગ કરવાની ઈચ્છા ધરાવે છે. આથી ગાડીના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો આવશે અને ઇંધણની બચત ખશે. આ ટેક્નૉલોજીથી ચાલતી કાર ૨૫થી ૩૦ ટકા વધુ માઇલેજ આપે છે. તેનો અર્થ એવો થયો કે પેટ્રોલથી ચાલનારી હાઇબ્રિડ કાર ૨૫ કિલોમીટર પ્રતિલિટરથી વધુ માઇલેજ આપશે.

સૂત્રોનું માનીએ તો આ ટેક્નલોજી પર હાલ ગંભીરતાથી કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં વિશ્વની ટોચની કાર કંપનીઓ તેનો ઉપયોગ  શરૂ કરશે. મારુતીના જાપાન સ્થિત પ્લાન્ટમાં આ માટેનું સંશોધન ચાલી રહ્યું છે, જેમાં ભારતીય એન્જિનિયર પણ જોડાયેલા છે. કંપની તેના દ્વારા કારને ખૂબ સસ્તી બનાવવા માંગે છે જેથી મધ્યમ વર્ગીય પરિવારો પણ કાર અફોર્ડ કરી શકે.

Comments

comments


3,550 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 5 =