માથામાં થતા ખોડાથી છુટકારો મેળવવા…

scalp get rid of head ......

– નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ખોડો દૂર થાય છે.

– દહીંથી માથું ધોવાથી પણ ખોડામાંથી છુટકારો મેળવી શકાય છે.

– ગ્લીસરિન અને ગુલાબજળને રોજ વાળના મૂળમાં લગાવવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે.

– ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવામાં પાણી પણ પુષ્કળ પીવું જોઇએ.

– રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા.

– ખોડાથી બચવા માટે જૈતુનના તેલમાં આદુના રસના થોડા ટીપાં મિક્સ કરી વાળના જડમાં લગાવી એક કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂથી ધોઇ લો.

– વાળમાં તેલ લગાવ્યા બાદ સ્ટીમ્ડ ટુવાલનો પ્રયોગ કરવો પણ સારું રહેશે કે પછી ગરમ તેલથી વાળના જડની માલિશ કરવાથી વાળની ત્વચાને પોષણ મળશે.

– વારંવાર વાળમાં કાંસકો ન ફેરવશો, આમ કરવાથી સ્કાલ્પમાંથી વધુ તેલ નીકળવાથી પણ ખોડાની સમસ્યા વધી જાય છે.

– ઈંડાના પીળા ભાગને ખાટ્ટા દહીં સાથે મિક્સ કરી વાળમાં ઓછામાં ઓછું અડધો કલાક સુધી લગાવી રાખવાથી ખોડો દૂર કરી શકાય છે.

– લીંબુના રસ અને કાળા મરીના પાવડરને મિક્સ કરી વાળના મૂળમાં લગાવવાથી પણ ફાયદો થાય છે.

સૌ પ્રથમ તો ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો.

આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું. પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.

રાત્રે મેથીના દાણા પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો.અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.

દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો.

રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,725 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 4 =