૯ વર્ષની ઉમરમાં આ બાળકમાં એવું ટેલેન્ટ છે કે મોટા મોટા સાઈબર એક્સપર્ટ પણ આ બાળક સામે ફેલ છે. આ બાળકનું નામ ‘રેઉબેન પોલ’ છે, જે એક ગેમિંગ કંપનીમાં સીઈઓ બની ચુક્યો છે. નાની આયુમાં આવું અનોખું ટેલેન્ટ જોઇને આખી દુનિયા હેરાન છે.
‘પ્રતિભા ઉમરની મોહતાજ નથી’ આ કહેવત તો અનેક વાર સાંભળી હશે પણ રઉબેન પોલે આ કહેવતને સાચી કરી બતાવી છે. આની પ્રતિભા એવી છે કે મોત મોટા સાઈબર એક્સપર્ટ અને હેકર્સ પણ આની સામે પાણી ભરે છે.
ગેમિંગ કંપનીના સીઈઓ
ગેમિંગ કંપનીના સીઈઓ 9 વર્ષની ઉમરમાં સફળ સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ બની ચૂકેલ રઉબેન પોલે ‘પૃડેંટ’ નામની ગેમ બનાવનાર કંપનીના સીઈઓ છે. આ ઉપરાંત રઉબેન એક સફળ હેકર અને એપ ડેવલોપર છે. અત્યારે નાની આયુમાં સીઈઓનું સ્થાન મેળવ્યું હોવાને કારણે રઉબેન ઉપર પૂરી દુનિયાની નજર છે.
સફળ સાઈબર જાસુસ બનવાનો લક્ષ્ય
રઉબેન ના ટેલેન્ટને મોટા સાઈબર એક્સપર્ટ પણ માને છે. રઉબેન નો લક્ષ્ય આગળ ચાલીને સફળ સાઈબર જાસુસ બનવાનો છે. રઉબેન નો મકસદ પૂરી દુનિયાને Cyber Crime થી મુક્તિ આપવાનો છે. આ જ કારણે રઉબેન અત્યાર સુધી ઘણી ન્યુઝ વેબસાઈટસમાં મેલવેયર તથા વાયરસ વગેરે શોધીને તેની જાણકારી આપતો રહે છે.
પોલ મૂળ ભારતીય છે
તમને જણાવી દઈએ કે અમેરિકામાં રહેલો પોલ મૂળ ભારતીય છે. પોલના પિતા રૂબીન મૂળ ઓડીશા ના છે. રઉબેનમાં એટલી પ્રતિભા છે કે ગ્રાઉન્ડ સંમિટના સ્પેશ્યલ બ્રેન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકયા છે. આ સંમિટમાં પોલે લેકચર આપ્યું હતું, જેને જાણી હરકોઈ હેરાન હતા. ગ્રાઉન્ડ ઝીરો સંમિટ એ દુનિયાની સૌથી મોટી સાઈબર એક્સપર્ટ તથા રીર્ચસની મીટીંગ માંથી એક છે.