ન્યૂ યોર્કના જર્મન વિલાતોરો ‘જો ડોન ચીન્ગુન’ રેસ્ટોરન્ટના ઓનર છે, જે પોતાના ગ્રાહકોને ચેલેન્જ આપે છે કે જો કોઈ તેમના હાથેથી બનેલ પ્રખ્યાત રસોઈ ‘બુરીતો’ ને ફક્ત એક કલાકમાં ખાય લે તો તેને રેસ્ટોરન્ટના પાર્ટનર બનાવી દેશે અને તેમના પુરા જીવનકાળ દરમિયાન તેમને આ રેસ્ટોરન્ટનું ભોજન મફતમાં મળશે.
‘બુરીતો’ પકવાન એ 30 પોન્ડ અને 13.6 કિગ્રાનું છે. બુરીતોની પ્રાઈઝ 10 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આને ખાનારને રેસ્ટોરન્ટના ઓનર 10 ટકા નફો આપશે. સેફર જર્મન વિલાતોરો જણાવે છે કે, આ રેસીપી બનાવતા ખુબજ વાર લાગે છે તેથી એક દિવસમાં માત્ર એક જ બુરીતો બનાવી શકાય છે. આને બનાવવામાં ઘણા બધા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
રેસ્ટોરન્ટના માલિક જણાવે છે કે આને ખાવું એ મુશ્કેલી ભર્યું કામ છે. છતાં આને ખાવું અસંભવ પણ નથી. જયારે આ કોમ્પિટિશન શરુ થાય છે ત્યારે ગ્રાહક પોતાને અનુકુળ પડે તો બુરીતો માં રેડ કે ચીલી સોસ પણ ઉમેરી શકે છે. ઉપરાંત ગ્રાહકો આની સાથે પાણી પણ પી શકે છે. શું આ કંડીશન જાણીને તમે આ પકવાન ને ખાવાનું ટ્રાય કરશો??