સેક્સ નિષ્ણાંત કહે છે કે માતા-પિતા બન્યા બાદ લગભગ ૨૫ થી ૩૦ ટકા પુરુષો પોતાના સાથી સાથે બેડ માં એટલી ઘનિષ્ટતા નથી અનુભવતા જેટલી તે પિતા બન્યા પેહલા અનુભવતા હતા. અને આનું કારણ એ પણ છે કે પુરુષો ની સોચ એવી બની જતી હોય છે કે તેઓ આ માનવા લાગે છે કે હવે પત્ની માં પેહલા જેવો જોશ અને સેક્સ પ્રત્યે લગાવ નથી રહ્યો. પણ આ માનવું પણ ખુબજ ખોટું છે. સાચી વાત તો એ છે કે બાળકો આવ્યા પછી માતા પિતા તેમની દેખરેખ અને ખ્યાલ રાખવામાં એટલા બધા વ્યસ્ત થઇ જતા હોય છે કે તેમને સેક્સ કરવાનો વિચાર આવતો જ નથી. આ બ્લોગ માં હંમે તમને આ વિષય પર જ બતાવવાના છીએ કે કેવી રીતે તમે માતા-પિતા બન્યા પછી પણ તમે તમારી સેક્સ લાઈફ વધુ સારી રીતે એન્જોય કરી શકો.
તમારા સાથી ને થોડો બ્રેક આપો
આજ કાલ તો મોટા ભાગ ના બાળકો સર્જરી થી જ થતા હોય છે તો લગભગ દરેક મહિલાઓ બાળક થયા પછી ટાંકાની પીડાણો સામનો કરતી હોય છે. આને આ પીડા તેમને સેક્સ થી દુર રેહવા મજબુર કરે છે અને તેમને સેક્સ પ્રત્યે પેહલા જેવો જોશ અને ઉત્સાહ પાછો આવવામાં થોડો સમય લાગતો હોઈ છે. આવા સમયે પુરુષો એ સૈયમ રાખી તમારા પાર્ટનર ને સહારો આપવાની જરૂર હોય છે કે જેથી તે ટૂંક સમય માં તે પીડા થી બહાર આવી શકે.
ધેર્ય રાખો
તમારા પાર્ટનર ની પીડા ને સમજો અને તમારો પાર્ટનર તે સ્થિતિ માં કેવું અનુભવે એ તે જાણો. આ વાત સાચી છે કે બાળકો પછી થોડા સમય બાદ તમે કાં તો તમારો પાર્ટનર સેક્સ માટે તૈય્યાર નથી હોતો. તો આવું થાય ત્યારે તમારા પાર્ટનર પર દબાણ આપ્યા વગર તેમને પ્રેમ થી સેક્સ પ્રત્યે આકર્ષો અને રેડી કરો. આવી પરીસ્થીતી માં મોટાભાગ ના પુરુષો સંયમ ખોઈ દે છે અને પછી લડાઈ-ઝગડા શરુ થઇ જતા હોય છે. તે માટે સૈયમ રાખવું જરુરુ છે અને તમારા પાર્ટનર ની પીડા સમજવી જરૂરી છે. અને પુરુષો ને તે સમયે આ વિચારધારા રાખવાની જરૂર હોય છે કે તેમની પત્ની ને તે સમયે સૌથી વધારે તમારા સાથ ની જરૂર છે.
તમારી પત્ની ને સેક્સ માટે જો આકર્ષિત કરવી હોય તો તેને એહસાસ કરવો કોમ તે જેટલી સુંદર પ્રેગનેન્સી પેહલા હતી તેટલીજ હમણાં પણ છે. કેમ કે પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓ તેટલી ફીટ એન્ડ ફાઈન નથી રહી સકતી જેટલી તે પેહલા હોય છે. આવી પરિસ્થિતિ માં તમે તેમને વિશ્વાસ અપાવવો જોઈય્ર કે તે હમણાં પણ એટલી જ સુંદર છે જેટલી પેહલા હતી.
રોમેન્ટિક બનો
પ્રેગનેન્સી પછી પુરુષો પર જ નિર્ભર છે તેની આગળની સેક્સ લાઈફ કેવી હશે માટે માતા-પિતા બન્યા પછી પણ પત્ની સાથે એટલાજ રોમેન્ટિક બની રહી જેટલા પેહલા હતા એ વાત સાચી છે કે બાળક નાનો હોય તો તેની દેખ રેખ માં બંને વ્યસ્ત થઇ જતા હોવ પણ આ વ્યસ્તા ના કારણે તમારી લાઈફ માંથી સેક્સ અને ફન પર પૂર્ણવિરામ ના લગાડો અને રોમેન્ટિક બન્યા રહો. તમારા આ રોમેતિક સ્વભાવ થી તમારી પત્ની ખુશ થઇ સેક્સ તરફ આકર્ષે.
માનવામાં આવે છે કે પ્રેગનેન્સી પછી હોર્મોનસ ચેન્જ થતા હોય છે અને આ વાત સાચી પણ છે. માટે પ્રેગનેન્સી પછી જયારે સેક્સ માણો તો પાર્ટનર ની જરૂરિયાત પ્રમાણે સેક્સ પોઝીસન બદલો અને નવી નવી પોઝીસનસ સાથે સેક્સ કરો આ કરવાથી તમારો પાર્ટનરના સેક્સ પર્ત્યે ના ઉત્સાહ માં વધારો થશે અને એક અનોખી ખુશી મળશે.
બને ત્યાં સુધી તમારા પાર્ટનરના ક્લોઝ રહી જેથી તમે એમને ટાઈમ આપી શકશો અને સેક્સ લાઈફ પણ હેલ્ધી બનશે. સંશોધન અનુસાર એવું સામે આવ્યું છે કે બાળકો આવ્યા પછી ૪૪% લોકો તેમના પાર્ટનરના પેહલા કરતા વધારે ક્લોઝ આવી જાય છે અથવા આવવા લાગે છે, જયારે ૨૦% લોકો એવું માને છે કે આ પરિસ્થિતિ માં સંબંધ તુટવા લાગે છે.
તો પ્રેગનેન્સી વખતે અને એના પછી તમારી પત્ની ની ફિલિંગ અને પીડા સમજો અને તેમનો સહારો બની સેક્સ પ્રત્યે આકર્ષો અને સેક્સ લાઈફ હેલ્ધી બનાવો. હમને આશા છે કે હમારા આ બ્લોગ થી તમને ઘની સારી વસ્તુઓ જાણવા મળી હશે. આગળ પણ આવી જ જાણકારીયો લઇને આવીશું. તો વાચતા રહો જાણવા જેવું બ્લોગ્સ.