માઇક્રોસોફ્ટે બજારમાં પોતાની પકડ વધારવા Samsung સાથે કરી ભાગીદારી

માઇક્રોસોફ્ટે બજારમાં પોતાની પકડ વધારે મજબુત કરવા માટે એક નવો રસ્તો અપનાવ્યો છે. 24 માર્ચ 2015નારોજ માઇક્રોસોફ્ટ સેમસંગ અને બાજી કેટલીક મોબાઇલ બનાવતી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી હતી. હવે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વાળા ફોનમાં માઇક્રોસોફ્ટના ફિચર્સ જેવા કે માઇક્રોસોફ્ટ વર્લ્ડ અને સ્કાઇપ ફોનમાં પ્રિ ઇંસ્ટોલ્ડ મળશે.

કેટલાક સમય પહેલા ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા સ્માર્ટફોન બજારમાં સારૂ પ્રદર્શન નથી કરી રહ્યા. આ પાર્ટનરશિપની મદદથી કંપનીને ફરી એખ વખત બજારમાં પોતાની પોઝિશન બનાવવા માટે મદદરૂપ થઇ શકે છે. આ ડિલ માઇક્રોસોફ્ટ એક્સલ, પાવરપોઇન્ટ, વનનોટ, વનડ્રાઇવ અને સ્કાઇપ જેવા ફિચર્સ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર્સ મળશે.

માઇક્રોસોફ્ટના બિઝનેસ ડેવલપમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ પેગ્ગી જોનસને જણાવ્યુ હતુ કે આ ડિલની મદદથી દુનિયાભરના મોબાઇલ યુઝર્સ માઇક્રોસોફ્ટની સર્વિસનો ફાયદો ઉઠાવી શકશે. જોનશનના જણાવ્યા પ્રમાણે કંપનીએ સેમસંગ ઉપરાંત હેન્ડસેટ્સ બનાવતી 10 કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. હેન્ડસેટ્સ બનાવતી કંપનીઓ સાથે ભાગીદારી જરૂરી છે. કારણ કે જેની જ મદદથી માઇક્રોસોપ્ટ પોતાની પ્રોડક્ટ્સને દુનિયાભરના યુઝર્સ સુધી પહોંચાડી શકે છે. જો કે માઇક્રોસોફ્ટે અત્યાર સુધી આ કંપનીઓના નામ વિશે કોઇ ખુલાસો નથી કર્યો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,777 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3