ભારતીય ક્રિકેટ ટીમ ના કુલ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર બનેલ બાયોપિક ફિલ્મ અને બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર નીરજ પાંડેની ફિલ્મ ‘M.S.Dhoni-The untold Story’ નું પહેલું સોંગ રીલીઝ થયું છે. આ સોંગની ટેગ લાઈન ‘બેસબ્રિયા’ છે.
આ ગીતમાં ક્રિકેટર બનવા પહેલાની ધોનીની સ્ટોરી બતાવી છે. જેમાં તેઓ એક્ઝામ આપવા માટે ફ્રેન્ડસની બાઈક પર બેસીને રેલ્વે સ્ટેશને જાય છે. ત્યાંથી તેઓ ટ્રેન પકડી કોચિંગ જાય છે અને ત્યારબાદ ઘરે આવે છે.
આ સોંગને અમાલ માલિકે કમ્પોઝ કર્યું છે તેમના ભાઈ અરમાન માલિકે ગયું છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરના રોજ સિલ્વર સ્ક્રીન પર આપશે. આ ભારતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાંથી એક છે. આમાં સ્ટાર કાસ્ટ તરીકે લીડ રોલમાં સુશાંત સિંહ રાજપૂત અને ટાયગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટાની છે.
વધુમાં કીયારા આડવાણી ભૂમિકા ચાવલા, અનુપમ ખેર અને સાઉથના સૌથી મોટા અભિનેતા રામ ચરણ છે જેઓ ધોનીનો બેસ્ટ ફ્રેન્ડ એટલેકે સુરેશ રેઈનાનો રોલ કરશે. જુઓ નીચેનો વિડીયો…