એકવાર તો જરૂર જાવું મહારાષ્ટ્ર ના ચિખલધારામાં

Maharashtra cikhaladhara: pristine beauty has mythological significance

ફરવાને માટે દેશ અને દુનિયામાં અનેક પ્લેસ છે પણ જો તમે પૌરાણિક સ્થળ અને કુદરતી સુંદરતાને એકસાથે માણવા ઇચ્છો છો તો તમે આ ચિખલધારાની મુલાકાત લઇ શકો છો. આ પ્લેસને પૌરાણિક સમયમાં વિરાટ નગરના નામે જાણવામાં આવતું. અહીં અનેક મનોરમ્ય અને સુંદર ઝીલની સાથે પ્રાચીન દુર્ગ અને વન્યજીવનને માટે અનેક જાણીતી જગ્યાઓ છે. વરસાદની સીઝનમાં તમે આ પ્લેસની મુલાકાત લો છો તો તમે ઊંડી ખાડીમાં અનેક જળદ્રશ્યોને આકાર લેતા જોઇ શકો છો. અહીં આ સીઝનમાં ચિખલધારા નેચરલવર્સને માટે કોઇ સ્વર્ગથી ઓછું નથી.

રોબિન્સને શોધી આ જગ્યા

આ હિલ સ્ટેશન હૈદરાબાદ રેજિમેન્ટના કપ્તાન રોબિન્સન દ્વારા વર્ષ 1823માં શોધવામાં આવ્યું હતું. અંગ્રેજોએ આ સ્થાનને કોફી પ્લાન્ટેશન અને સ્વાસ્થ્ય લાભ લેવાને માટે વિકસાવ્યું હતું. ચિખલદરા પોતાના મનોરમ્ય દ્રશ્યો, વન્ય જીવો અને અભયારણ્યની સાથે ઐતિહાસિક રીતે પણ જાણીતું છે.

ક્યાં રોકાશો?

મહારાષ્ટ્રના પર્યટન વિભાગે એક હોટલ બનાવી છે, આ સિવાય અન્ય હોટલ્સ પણ છે. જેમાં તમે યોગ્ય રૂમફેર આપીને રોકાઇ શકો છો. રોકાવવાની સાથે તમે અહીંની મજા પણ માણી શકો છો.

કેવી રીતે પહોંચશો?

ચિખલદરાથી નજીકનું એરપોર્ટ 240 કિલોમીટર દૂર નાગપુરમાં આવેલું છે અને સાથે જ અહીંનું નજીકનું રેલ્વે સ્ટેશન 100 કિલોમીટર દૂર અમરાવતીને ગણવામાં આવે છે.

શું ખાશો?

મહારાષ્ટ્રમાં જાઓ છો તો અહીંના ખાસ વાનગીઓની મજા લો તે તમારા માટે આવશ્યક છે. અહીં અનેક પ્રકારના વ્યંજન હોટલ્સમાં મળી રહે છે. અહીં મિસલ પાવ, પિટલા ભાખરી, સાબુદાણાની ખીચડી, વડાપાવ, ભર્લી વાનગી, શ્રીખંડ અને પૂરણપોળીની મજા માણી શકો છો.

ભીમ કુંડ

Maharashtra cikhaladhara: pristine beauty has mythological significance

આ કુંડની વિશેષતા છે કે તે 3500 ફીટ ઊંડો છે. અહીં તમે એક ભવ્ય જળપ્રપાતને અનુભવી શકો છો. પૌરાણિક વાતો અનુસાર કીચકનો વધ કર્યા બાદ ભીમે આ કુંડમાં સ્નાન કર્યું અને તે ભીમકુંડ તરીકે જાણીતો બન્યો છે. વરસાદની સીઝનમાં અહીં અનેક જળદ્રશ્યો અને તેની અવિરત ધારાઓ મનોરમ્ય દ્રશ્યો સર્જે છે. જે ટૂરિસ્ટને આકર્ષવાને માટે પૂરતો છે. અહીં પવનચક્કીની સાથે વિવિધ પ્રકારના ફૂલોની મજા પણ માણી શકાય છે.

પંચબોલ પોઇન્ટ

Maharashtra cikhaladhara: pristine beauty has mythological significance

આ પોઇન્ટની સુંદરતા અવર્ણનીય છે. અહીં કોફીના લહેરાતા બગીચાઓ છે, જે તમને આકર્ષી શકે છે. ઊંડા પહાડોની સાથે ખડકોની મજા પણ તમે લઇ શકો છો. ખળખળ વહેતા મધુર ઝરણાંનો અવાજ તમારા મનને શાંતિ આપવાની સાથે તમને પોતાની તરફ આકર્ષે છે. એડવેન્ચરની સાથે નેચર અને ફોટોગ્રાફીને માટે આ પ્લેસ બેસ્ટ ગણી શકાય છે.

ગવિલગઢ દુર્ગ

Maharashtra cikhaladhara: pristine beauty has mythological significance

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલું છે અને સાથે જ દુર્ગને 300 વર્ષ પહેલાં ગવલીના રાજાએ બનાવ્યું હતું. પર્યટકો અહીંના નક્શીકામ અને કાંસા, તાંબા અને અન્ય લોખંડના કામની સાથે તોપને જોવા માટે પણ આવે છે. કુદરતી દ્રશ્યોની મજા માણી શકો છો.
ચિખલદરાથી 3 કીમી અને અમરાવતીથી 86 કીમીના અંતરે આ પ્લેસ આવેલું છે. મુંબઇથી 669 કીમી અને નાગપુરથી 232 કીમીની મુસાફરી કરીને તમે અહીં જઇ શકો છો. નજીકનું સ્ટેશન 230 કીમી દૂર આવેલું નાગપુરનું છે. બસ કે રિક્શાની મદદથી જઇ શકાય છે.

દેવી પોઇન્ટ

Maharashtra cikhaladhara: pristine beauty has mythological significance

વરસાદની સીઝનમાં આ પોઇન્ટની સુંદરતા વધી જાય છે. અનેક જળદ્રશ્યો અને સાથે અન્ય સુંદર ઝરણાં જોવાની મજા અલગ જ છે. પાસે જ સ્થાનીય દેવી માતાનું મંદિર છે અને સાથે એક જલધારા પણ આખું વર્ષ વહેતી રહે છે. તેનું અનેરું માહાત્મ્ય હોવાથી અનેક ટૂરિસ્ટ આ પ્લેસની મુલાકાતે આવે છે.માતાજીના પ્રસિદ્ધ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ આવે છે. વરસાદની સીઝનમાં અહીં પડતા પાણીનો અવાજ એક અલગ જ અનુભવ કરાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,379 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 42

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>