મળો ભારતના મેટલ કિંગને, તેમણે ભંગાર વેચીને ઊભી કરી અબજોની કંપની

વેદાંતા સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલ

Meet the King of the metal, he raised billions by selling scrap company

વેદાંતા સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલ હાલમાં ચર્ચામાં છે. તેઓ પોતાની તમામ કંપનીઓને મેટલ અને ખાણ કંપની વેદાંતા લિમિટેડ સાથે મર્જર કરવાની યોજના બનાવી રહ્યા છે. માનવામાં આવે છે, વેદાંતા ગ્રુપ દેવું ઘટાડવા માટે આવું કરી રહી છે. અનિલ અગ્રવાલ માત્ર એટલા માટે જ વિખ્યાત નથી, પરંતુ બિઝનેસ વર્લ્ડમાં તેઓ સંઘર્ષભર્યા જીવન માટે પણ જાણીતા છે. આજે Janvajevu.com તમને જણાવશે કે કેવી રીતે તેમણે ભંગારમાંથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે અબજો રૂપિયાની સંપત્તિના માલિક બની ગયા છે.

બિઝનેસ વર્લ્ડના મેટલ કિંગ

અનિલ અગ્રવાલને આજે બિઝનેસ વર્લ્ડમાં મેટલ કિંગ કહેવામાં આવે છે. આજે તેમની કુલ સંપત્તિ 22050 કરોડ રૂપિયા છે, પરંતુ તેમણે પોતાના જીવનની શરૂઆત ભંગારના બિઝનેસથી કરી હતી. શાળામાં અંગ્રેજીનો શબ્દ પણ ભણ્યા નથી, પરંતુ આજે વૈશ્વિક બજારમાં માંધાતા છે. તેમની કંપની વેદાંતા રિસસોર્સીસ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. તેમનો સમગ્ર બિઝનેસ લંડનથી ચાલે છે.

સંઘર્ષમાં વીત્યું બાળપણ

24 જાન્યુઆરી 1954ના રોજ જન્મેલ અગ્રવાલનું બાળપણ બિહારના પટનામાં વિત્યું. તેમના પિતા લોખંડની જાળી બનાવાવનું સામાન્ય કામ કરતાં હતા. અનિલ અગ્રવાલે શરૂઆતનો અભ્યાસ નગર પાલિકા શાળામાં કર્યો હતો. તેમને શાળાએ જવા માટે 10 કિલોમીટર ચાલીને જવું પડતું હતું. 60ના દાયકામાં તેમના પિતાએ તેમને સાઈકલ ભેટમાં આપી હતી. શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમને ભેટમાં વેસ્પા સ્કૂટર મળ્યું હતું, પરંતુ તેઓ કોલેજ ન જઈ શક્યા.

Meet the King of the metal, he raised billions by selling scrap company

ફિલ્મો જોવાનો હતો શોખ

અનિલ અગ્રવાલને શાળાના દિવસોમાં ફિલ્મો જોવાનો શોખ હતો. તેઓ પોતાના મિત્ર શિશિર કુમારની સાથે રાત્રે ટ્રેનમાં પટનાથી બનારસ જતા હતા. અહીં તે લેટેસ્ટ રિલીઝ થયેલ ફિલ્મના બે શો જોઈને પાછા ટ્રેનમાં પરત ફરતાં હતાં.

લગ્ન પછી શરૂ થઈ પટનાથી મુંબઈની સફર

21 વર્ષની ઉંમરે તેમના લગ્ન કિરણ ગુપ્તા સાથે થયા. કિરણ ગુપ્તા, તેમની સાથે જ સાઈકલ લઇને શાળાએ જતા હતા. આમ તો બન્ને એક બીજાના પરિવારને ઓળખતા હતા. લગ્નના સમયે કિરણની ઉંમર 16 વર્ષ હતી. લગ્ન બાદ અનિલ અગ્રવાલે પણ પટનાથી મુંબઈ આવી ગયા. અહીં પહોંચ્યા બાદ તેમણે ભંગાર વેચવાનું શરૂ કર્યું. ભંગાર વેચીને કમાણી કર્યા બાદ 1976માં તેમણે સ્ટર્લિંગ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી.

આ રીતે થઈ વેદાંતા કંપનીની શરૂઆત

મુંબઈ આવ્યા બાદ અનિલ અગ્રવાલે ભંગારોન ધંધો શરૂ કર્યો. તેમની પ્રથમ ઓફિસ 8/10 વર્ગફુટમાં હતી. શરૂમાં તેઓ બીજા રાજ્યની કેબલ કંપનીઓ પાસેથી ભંગાર ખરીદતા અને તેને મુંબઈમાં વેચતા હતા. લગભગ 10 વર્ષ સુધી અનિલ અગ્રવાલે આ કામ કર્યું. દસ વર્ષો સુધી આ કામ કર્યા બાદ તેમણે સિંડિકેટ બેંક પાસેથી લોન લઇને ખુદની કેબલ કંપનીની શરૂઆત કરી. અનિલ અગ્રવાલને કંપની શરૂ કરવા માટે 50 હજાર રૂપિયાનો લોન લેવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ દિવસોમાં એમનો અડધો સમય સિંડિકેટ બેંકમાં જ જતો રહેતો હતો. તેઓ બહાર લાગેલા ગ્લાસમાંથી મેનેજરનો ચહેરો જોતા રહેતા હતા. એટલું જ નહીં, તેઓ મુંબઈ આવીને જ અંગ્રેજી બોલાવનું શીખ્યા. ધીમે ધીમે તેમનો કારોબાર વિસ્તરતો ગયો અને તેમણે વર્ષ 1976માં વેદાંતા રિસોર્સિસનો પાયો નાંખ્યો.

Meet the King of the metal, he raised billions by selling scrap company

…અને બની ગયા મેટલ કિંગ

સમયની સાથે અનિલ અગ્રવાલનો કારોબાર સતત વધતો ગયો. તેમણે મેટલ કારોબાર શરૂ કર્યો, જેમાં તેણમે ખૂબ જ પ્રગતિ કરી. આજે તેઓ પોતાનો કારોબાર લંડનથી ચલાવે છે. અનિલ અગ્રવાલ હવે કોપર, જિંક, એલ્યુમિનિયમ અને આયર્ન ઓર તથા હવે વિજળી ઉત્પાદન ક્ષેત્રે મોટા માંધાતા બની ગયા છે. તેમનો મોટાભાગનો કારોબાર ભારતમાં જ છે, પંરતુ થોડા વર્ષોથી તેમણે પોતાનું કામ જામ્બિયા અને તસ્માનિયા સુધી ફેલાવ્યું છે.

પિતાના નિયમોને રાખ્યા યાદ

અનિલ અગ્રવાલે પોતાના પિતાના નિયમો હંમેશા યાદ રાખ્યા. તેમની પ્રથમ સલાહ હતી કે ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહે, જ્યાં સુધી તમને સફળતા ન મળે, પરંતુ તે સફળતાં ક્યારેય સિદ્ધાંતોના ભોગે ન મેળવવી જોઈએ. અને બીજી સલાહ હતી ગરીબો-વંચિતોની સાથે હંમેશા આદરભાવ રાખવો. આ જ સિદ્ધાંતો પર ચાલતા તેમના પિતાએ પણ રાજસ્થાનમાં એક અનુસ્નાતક કોલેજ ખોલી હતી. માટે અનિલ અગ્રવાલ પણ પોતાનો 20 ટકા સમય પરોપકારના કામોમાં આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,600 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>