મલ્ટી ન્યુટ્રીયેંટ રેસીપી ‘સોયા ખમણ ઢોકળાં’

સામગ્રી

maxresdefault

* ૩/૪  કપ બેસન,

* ૧/૪  કપ સોયનો લોટ

* ૧૧/૨ ટી સ્પૂન રવો,

* ૨ ટી સ્પૂન ખાંડ,

* ૧ ટી સ્પૂન લીંબુનો રસ,

* ૧ ટી સ્પૂન વાટેલા આદુ-મરચાંની પેસ્ટ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૩/૪ કપ પાણી,

* ૧ ટી સ્પૂન ફ્રુટ સોલ્ટ,

* ૨ ટી સ્પૂન પાણી.

રીત

Untitled

એક બાઉલમાં બેસન, સોયનો લોટ, રવો, ખાંડ, લીંબુનો રસ, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું અને પાણી નાખીને બરાબર મિક્સ કરી દેવું. હવે આ મિશ્રણમાં ફ્રુટ સોલ્ટ નાખીને તેના ઉપર પાણી નાખવું. હવે આને ખુબજ સ્મૂથ રીતે હલાવવું. હવે સ્ટીમરમાં એટલે કે ઠોકળીયામાં પાણી ગરમ કરવા મુકવું. પાણી ગરમ થયા બાદ સ્ટીમરની થાળીમાં તૈયાર કરેલ ઢોકળાંનું ખીરું નાખવું. હવે સ્ટીમર બંધ કરીને ધીમા તાપે ૧૦ મિનીટ સુધી કુક થવા દેવું. કુક કર્યા બાદ તૈયાર છે ઢોકળાં.

વધાર કરવા માટે

khaman

સામગ્રી

* ૧ ટી સ્પૂન ઓઈલ,

* ૧/૨ ટી સ્પૂન રાઈ,

* ૧/૨ ટી સ્પૂન તલ,

* ૧/૨ ટી સ્પૂન હિંગ,

* ૧ ટી સ્પૂન સમારેલ કોથમીર,

રીત

Instant Gujarati Khaman Dhokla

એક પેનમાં ઓઈલ ગરમ થયા બાદ તેમાં રાઈ, તલ, હિંગ નાખીને તૈયાર થયેલ ઢોકળાંની પ્લેટ ઉપર નાખવું. પ્લેટ ઉપર નાખેલ રાઈ, તલ, અને હિંગના મિશ્રણને બરાબર પાથરી દેવું. હવે ગર્નીશિંગ કરવા માટે પ્લેટમાં સમારેલ કોથમીર નાખવી. તો તૈયાર છે સોયા ખમણ ઢોકળાં. તમે આ મલ્ટી ન્યુટ્રીયેંટ રેસીપીને નાસ્તામાં કે ડીનરમાં બનાવી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,946 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>