મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!

shutterstock_197705528

એક દીકરી એની માં પાસે પોતાની તકલીફો બતાવી રહી હતી.
એ પરીક્ષા માં નાપાસ થઇ ગઈ છે, તેની બહેનપણી જોડે ઝગડો થઇ ગયો છે.મારું મનપસંદ ડ્રેસ ને હું અસ્ત્રી કરતી હતી તો એ પણ બળી ગયું.

રડતા રડતા દીકરી એ કહ્યું, મમ્મી જો ને આ બધું મારી સાથે કેમ થઇ રહ્યું છે ? મારી સાથે બધું ઉંધુ જ થાય છે
માં એ હસતા હસતા જવાબ આપ્યો..

“બેટા , આમ નિરાશ ના થઈશ અને રડવાનું બંધ કરી મારી સાથે ચાલ રસોઈ માં,આજે હું તારી મનપસંદ કેક બનાવીને તને ખવડાવું છું.”
માં એ સૌથી પહેલા મેંદા નો ડબ્બો ઉઠાવ્યો અને બહુ પ્રેમ થી બોલી કે લે પહેલા મેંદો ખાઈ લે…
દીકરીએ મોઢું બગાડતા કહ્યું કે મેંદો પણ ભલા કોઈ ખાય છે ?

માં એ ફરી થી હસતા મોઢે કહ્યું , “તો પછી થોડીક ખાંડ જ ખાઈ લે”.

એસેન્સ અને મિલ્કમેડ નો ડબ્બો બતાવ્યો અને કહ્યું , “થોડોક આનો પણ સ્વાદ ચાખી લે બેટા.”

happy-girl-desktop-background-524213

મમ્મી આજ તમને શું થઇ ગયું છે જે તમે મને આવી વસ્તુઓ ખાવાનું કહી રહ્યા છો ?

મમ્મી એ ખુબ જ પ્રેમ અને શાંતિ થી જવાબ આપ્યો “બેટા,કેક આ બધી બે-સ્વાદ ચીજ-વસ્તુઓ થી જ તો બને છે,અને આ બધી વસ્તુઓ ભેગી કરીએ તો જ તો એક સ્વાદિષ્ટ કેક આપણે બનાવી શકીએ.”

“જીંદગી નો કેક,પણ આવી જ બધી બે-સ્વાદ ઘટનાઓ ના મિશ્રણ થી જ બને છે, નાપાસ થઇ ગઈ છે તો શું થયું એને પડકાર સમજી અને સખત મહેનત કરીને પાસ થઇ જા, બહેનપણી થી ઝગડો થઇ ગયો છે તો પોતાનો વ્યવહાર એટલો મધુર અને મીઠો રાખ કે ફરી ક્યારેય આવું ના થાય અને જો માનસિક તણાવ ને કારણે તારો ડ્રેસ બળી ગયો છે તો આગળ થી ધ્યાન રાખજે.”

મન અને આત્મા ની સ્થિતિ બધી જ પરિસ્થિતિ ઓ માં સારી રહેવી જોઈએ. બગડેલા મન થી તો કામ પણ બગડશે.! મન ને દરેક પરિસ્થિતિ માં સાચવવા થી જ કોઈ સારો અને હિતકારી નિર્ણય લઇ શકાય છે…

Comments

comments


7,187 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 45