સૃષ્ટિના કાળચક્રને ચાર યુગમાં વિભક્ત કરવામાં આવેલ છે – કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ તથા કલીયુગ. તે જ પ્રમાણે ઋષિઓએ મનુષ્ય જીવન માટે ચાર આશ્રમો નિર્ધારિત કર્યા છે.
આ ચારે આશ્રમ જીવનની ચારે અવસ્થાઓ- બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત હતા. બ્રહ્મચર્યનો સંબંધ જીવનના ચાર ઉદ્દેશ- ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાથે પણ જોડાયેલો હતો. બ્રહ્મચર્યનો સંબંધ ધર્મ સાથે, ગૃહસ્થાશ્રમનો અર્થ અને કામ સાથે, વાનપ્રસ્થનો ઉપશમ અને મોક્ષની તૈયારી માટે અને સંન્યાસનો સંબંધ મોક્ષ સાથે હતો.
ગીતાનો ૧૮મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ વાંચવાથી સમગ્ર ગીતા શાસ્ત્રના વાંચનનું શ્રેય પ્રાપ્ત થાય છે. આ જ કારણથી વેદ વ્યાસજીએ ગીતારૃપી દેવાલય ઉપર ચઢાવેલ કળશની ઉપમા આપી છે. સત્તરમો અધ્યાય કળશની બેઠક સમાન છે, રથમાં શાંત ચિત્તે બેઠેલા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી સવાલ કર્યો.
સન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ ।
ત્યાગસ્ય ચ હૃષિકેશ પૃથક્કેશિનિષૂદન ।।
”હે મહાબાહો ! હે ઋષિકેશ ! હું ‘સંન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને ‘ત્યાગ’ શબ્દનો પણ સત્ય અર્થ જાણવા માંગુ છું. હે કેશિદૈત્યાંક સંન્યાસ અને ત્યાગ એના એક જ અર્થ સાથે છે. સંન્યાસ અને ત્યાગ એ ઉભય શબ્દોથી ત્યાગનો જ અર્થ બોધ થાય છે.”
ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ”હે અર્જુન ! ત્યાગ અને સંન્યાસ- એ બે શબ્દોના અર્થમાં ભેદ હોવાનું એટલું જ છે કે, સર્વથૈવ કર્મત્યાગને સંન્યાસ કહેવામાં આવે છે. જ્યારે કર્મકર્તૃત્વનું અભિમાન તથા ફળના જે ત્યાગ તેને ”ત્યાગ” કહેવામાં આવે છે.
“તેરમા અધ્યાયમાં જણાવેલાં જ્ઞાાનીના ૨૪ લક્ષણો આચરણમાં નહિ મૂકનાર શુષ્ક જ્ઞાાનીઓ અથવા પોથીપંડિતો અને કવિઓ (યજ્ઞા- યાગાદિ) કામ્યકર્મોના ત્યાગને ‘સંન્યાસ’ કહે છે અને કેટલાક વિદ્વાનો નિત્ય નૌમીકાદિ કર્મોના ફળોનો ત્યાગ કરવો તેને ત્યાગ કહે છે.
દેહ ધારણ કર્યા પછી જન્મ- મૃત્યુ થતું નથી તે પ્રમાણે કામ્ય કર્મ કરવાથી જેમ ઋણ વાળી આપ્યા વિના અને ફળ ભોગવી આપ્યા સિવાય છૂટકારો થતો નથી. જે પ્રમાણે અગ્નિને ભસ્મ સમજીને તેના પર પગ મૂકતા દઝાય છે
કામ્ય કર્મમાં પરાણે પણ કર્મ ફળનો ભોગ કરવાનું સામર્થ્ય રહેલું છે. એથી કરીને મુમુક્ષુ જેણે કૌતુકને ખાતર પણ આનું આચરણ કરવું નહિ.
આવા ત્યાગને સંસારમાં આંતરદૃષ્ટિનો સંન્યાસ કહેવામાં આવે છે. ભગવાને આગળ કહ્યું છે કે, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ સમયે, પિતૃશ્રાદ્ધ અથવા કાકબલિના સમયે જે અતિથિ આવ્યા હોય તે સમયે જે કર્મો કરવા પડે તેને નૈમિત્તિક કર્મો કહેવાય છે. કોઈ પણ વસ્તુ ભિન્ન ઉત્પન્ન થતી નથી, તે નિત્ય કર્મો છે તેથી તેને નિમિત્તના નિયમો લાગુ થયા એટલે તેને નૈમિત્તિક કર્મો કહે છે.
જે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી રહ્યો હોય અને સંસારના બધા આકર્ષણોથી વૈરાગ્ય લઈને મોક્ષની પ્રાપ્તિનો પ્રયાસ કરી રહ્યા હોય એમને પરિવ્રાજક, અવધૂત, હંસ, યોગી વગેરે કહેવામાં આવે છે. સંન્યાસીએ બધા પ્રકારનો ત્યાગ કરવો જોઈએ. સર્વત્ર સંબુદ્ધિ રાખનાર, હિંસા અને માયાથી રહિત, ક્રોધ અને અહંકારથી રહિત વિમુક્ત સંન્યાસી કહેવાય છે. ઉપનિષદ અનુસાર બધા કર્મોને છોડીને અહંતા અને મમતા ‘હું બ્રહ્મ છું’ એવું નિશ્ચય કરીને નિર્વિકલ્પ સમાધિમાં રહેવું.
કર્તવ્યને માટે આદર્શનિષ્ઠ ઉત્સાહ ભરાવવો જોઈએ. કર્તવ્યમાં ત્યાગ, શ્રમ અને પુરુષાર્થની જરૃર પડશે. શાંતચિત્તથી કર્તવ્ય નક્કી કરીને વિવેકપૂર્વક પ્રગતિ કરી શકાય છે. યોગોમાં કર્મ યોગ સહુથી મહાન કહેવાય છે.
કર્તવ્ય પાલન સુલભ પણ છે અને આનન્દદાયક પણ છે યોગત્રયીની જીવન સાધનામાં કર્મયોગને સર્વોપરી સ્થાન આપેલું છે.
સ્વર્ગ લોકના નિવાસી દેવો કહેવાય છે. ઉત્કૃષ્ટતાનું નામ જ સ્વર્ગ લોક – ઉર્ધ્વ લોક છે. દેવો બીજા કોઈ જ નહીં પરંતુ મનુષ્ય શરીરમાં નિવાસ કરનાર ‘આપવાની પ્રવૃત્તિના પ્રતિનિધિ’ કહી શકાય જેઓ આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ માટે સતત તપશ્ચર્યા કરે છે તેમજ અનુકરણીય અને અભિનંદનીય કાર્યોમાં લાગેલા રહે છે.
કર્મનિષ્ઠામાં વિશ્વાસ રાખનારા લોકો ક્યારેય ઉંમરના બંધનમાં બંધાતા નથી. તેઓ સતત ઉત્સાહી બનીને કર્તવ્યપાલનમાં લાગેલા રહે છે. ધર્મરાજાએ કહ્યું છે કે, ”કર્તવ્યનો ત્યાગ કરીને કોઈ પણ પ્રકારની ભક્તિ થઈ