મગની દાળ અને પનીરની ચીલા

સામગ્રી

CC10-1_PaneerMasalaChilla

* ૧/૨ કપ પીળી મગની દાળ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૨ ટેબલ સ્પુન હિંગ,

* ૧/૨ ટેબલ સ્પુન ખાંડ,

* ૧૧/૨ ટેબલ સ્પુન લીલા મરચાની પેસ્ટ,

* ૧/૪ ટેબલ સ્પુન ઓઈલ,

* ૨ ટેબલ સ્પુન ટુકડા કરેલ પનીર,

* ૧ ટેબલ સ્પુન સમારેલ કોથમીર,

* ૧ ટેબલ સ્પુન સમારેલ લીલા મરચાં,

* ૧/૪ ટેબલ સ્પુન ચાટ મસાલો.

રીત

451561-moong-dal-and-paneer-chila-by-tarla-dalal

એક બાઉલમાં પીળી મગની દાળ (૩ થી ૪ કલાક સુધી પલાળેલી) નાખીને પીસી લેવી. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, હિંગ, ખાંડ અને લીલા મરચાની પેસ્ટ નાખી, હલાવીને મિશ્રણ તૈયાર કરવું. ધ્યાનમાં રાખવું કે જયારે તમે દાળને પીસો ત્યારે મિશ્રણ થોડું ઘટ્ટ બનાવવું.

હવે એક નોનસ્ટીક પેનમાં થોડા ઓઈલને લગાવવું. પછી તેની ઉપર તૈયાર કરેલ મિશ્રણ નાખવું જેમ ઢોસા કરીએ તે રીતે મિશ્રણને પેનમાં સ્પ્રેડ કરવું. ત્યારબાદ તેની આજુબાજુ સહેજ ઓઈલ નાખવું. હવે તેની ઉપર ટુકડા કરેલ પનીર, સમારેલ કોથમીર, સમારેલ લીલા મરચાં અને ચાટ મસાલો નાખવીને પલટાવી દેવું.

હવે પલટાવેલ ભાગ પર પણ સહેજ ઓઈલ લગાવવું. આ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી કુક થવા દેવું. તમે આમાં ઉપરથી ગ્રીન વેજીટેબલ્સ પણ નાખી શકો છો. તો તૈયાર છે મગની દાળ અને પનીરની ચીલા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,569 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>