સામગ્રી
* ૨ કપ મેંદાનો લોટ,
* ૧/૪ ટીસ્પૂન મેલ્ટ ધી,
* સ્વાદાનુસાર મીઠું,
* જરૂર મુજબ પાણી,
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૧ ટીસ્પૂન આખુજીરું,
* ૧/૨ ટીસ્પૂન હિંગ,
* ૧/૨ કપ પલાળેલી મગની દાળ (૨ કલાક),
* ૧ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ,
* ૧ ટીસ્પૂન લાલ મરચું,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/ કપ પાણી,
* 2 ટીસ્પૂન ચણાનો લોટ,
* 1 ટીસ્પૂન ગરમ મસાલો,
* 1 ટીસ્પૂન મેંગો પાવડર.
રીત
એક બાઉલમાં મેંદાનો લોટ, મેલ્ટ ધી, સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ બાંધવો. આ લોટની ઉપર મલમલની કપડું ઢાંકી પંદર મિનીટ સુધી સાઈડમાં રાખી મુકવું. હવે મગની દાળનું મિશ્રણ બનાવવા તવામાં ઓઈલ નાખી ગરમ થાય એટલે તેમાં આખુજીરું, હિંગ અને પલાળેલી મગની દાળ (૨ કલાક) નાખી આને એકાદ બે મિનીટ સુધી હલાવવું.
ત્યારબાદ આમાં આદું-મરચાંની પેસ્ટ, લાલ મરચું, હળદર, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખી મિકસ કરી તવાને પાંચ સાત મિનીટ સુધી કુક કરવા ઢાંકવું. આ મિશ્રણ ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હવે આ દાળ માં ચણાનો લોટ, ગરમ મસાલો અને મેંગો પાવડર નાખી બરાબર મિક્સ કરી લેવું. તો તૈયાર છે આ મિશ્રણ. હવે આને ઠંડુ થવા માટે થોડો સમય સાઈડ માં મુકી રાખવું.
હવે તૈયાર કરેલ લોટના ગુલ્લાં કરવા અને બનાવેલ મગની દાળના મિશ્રણના પણ ગોળા (બોલ્સ) કરવા. ત્યારબાદ આ લોટની નાની રોટલી બનાવવી અને દાળનો ગોળો આમા મૂકી બરાબર લોટ થી પેક કરવો. પછી આને પોચા હાથે વણવું, મિશ્રણ બહાર ન નીકળે તેમ. આ રીતે બધી કચોરી ને વણી લેવી.
પછી તવામાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે એક-એક કરીને કચોરી નાખી ફ્રાય કરવી. આને આછા બ્રાઉન કલરની થવા દેવી. ત્યારબાદ તૈયાર છે મગના દાળની કચોરી.