વધારો તમારી યાદ શક્તિ ને – જાણવા જેવું

Has had a mild increase in memory, the 8 workable remedies

ઉંમર વધવાની સાથે-સાથે યાદશક્તિ નબળી થઈ જવી એક સામાન્ય સમસ્યા છે, યાદશક્તિને તંદુરસ્ત રાખવા માટે વ્યાયામ પણ એટલું જ જરૂરી છે જેટલું ખાન-પાન. આ સિવાય કેટલીય બીજી ટિપ્સ પણ છે જેની મદદથી દિમાગ પર ઉંમરની અસરને બિનઅસરકારક કરી શકાય છે તો ચાલો જાણીએ કઈ રીતે દિમાગ ઉપર ઉંમરની અસર બિનઅસરકારક કરી શકાય છે…

1. દિમાગને રાખે તંદુરસ્ત

દિમાગ આપણાં શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે. દિમાગના તંદુરસ્ત રહેવા પર જ આપણે બધા જીવનનો આનંદ ઉઠાવી શકીએ છીએ. તેનાથી વધતી ઉંમરને લીધે સામે આવવાવાળી યાદશક્તિની સમસ્યા જલ્દી સામે નથી આવતી. તાર્કિક ક્ષમતાઓ અને દિમાગની ગૂંચવણથી બચવાને લીધે યાદશક્તિ નબળી થવા લાગે છે. સામાન્ય તરીકાને આજમાવવાથી પણ યાદશક્તિ વધારી શકાય છે.

2. હેલ્થી ફૂડ

જે ખોરાકમાં એટિઓક્સીડેંટ અને અન્ય પોષક તત્વો મળે છે, એવા ખાદ્ય પદાર્થો દિમાગના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદેમંદ હોય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે મોસમી ફળો તથા લીલા શાકભાજીમાં એન્ટિઓક્સીડેંટ્સ પૂરતા પ્રમાણમાં મળે છે. આ સિવાય વિવિધ પ્રકારના પોષક તત્વો નટ્સમાં મળે છે. એટલે તેનું સેવન ચોક્કસ કરવું.

3. સંગીતની શક્તિ

Has had a mild increase in memory, the 8 workable remedies

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે દિમાગને શાંતિ પહોંચાડવા માટે સંગીત ખૂબ જરૂરી છે. મનગમતું સંગીત સાંભળવાથી દિમાગ શાંત અને સક્રિય થાય છે. જ્યારે પણ મોકો મળે ગીત-સંગીતનો અનંદ ચોક્કસ લેવો જોઈએ. જ્યારે તમે સંગીત સાંભળી રહ્યા હોવ તો તે ગીતમાં ઉપયોગમાં લીધેલા સંગીત ઉપકરણોને ઓળખવાનો પ્રયાસ કરો. આ સિવાય તેના ગાયકનો અવાજ પણ ઓખળવાનો પ્રયાસ કરો. એક અઠવાડિયા સુધી દરરોજ એક ગીત સાંભળવું. તેનાથી તમારી યાદશક્તિ તેજ થઈ જશે.

4. સામાજિક જીવન

સામાજિક જીવનમાં સક્રિય રહેવાથી દિમાગને શક્તિ મળે છે. કહેવાનો અર્થ છે કે જે લોકો પોતાના સગા-સંબંધીઓ, મિત્રો અને અન્ય સામાજિક સંબંધોનું દિલથી નિર્વાહ કરે છે તો તેમનું દિમાગ વધતી ઉંમર હોવા છતાં સ્વસ્થ તથા સક્રિય રહે છે. જો તમને લખવાનો શોખ છે તો પત્રિકાઓ, પેપરમાં છપાયેલા લેખોની પ્રતિક્રિયાઓ પોતાના વિચાર મુજબ લખો. આ પણ દિમાગની એક પ્રકારની કસરતની રીત છે.

5. હકારાત્મક વિચાર

Has had a mild increase in memory, the 8 workable remedies

વિપરીત પરિસ્થિતિઓમાં પણ જે પોતાની વિચારધારાને હકારાત્મક રાખે, આગળ જતા જે જ જીવનનો યોગ્ય આનંદ માણી શકે છે. હકારાત્મક વિચારધારાથી દિમાગ સ્વસ્થ રહે છે. હકારાત્મક વિચાર દિમાગ માટે કોઈ ટોનિક કરતા ઓછું નથી હોત. જો તમે જોબ નથી કરતા તો તમારી પાસે ઘણો સમય છે. ફુરસતના સમયે પોતાના બાળકની પુસ્તકો જુઓ. તેને સ્વયં વાંચીને સમજો. સાથે ડિક્શનરી રાખો. સંપૂર્ણ પાઠ સ્વયં સમજીને સરળ ભાષામાં ઉદાહરણ સહિત બાળકને સમજાવો.

6. કંઈક નવું કરો

બુદ્ધિને વધારવા માટે પારંપરિક રીતને મૂકીને કંઈક નવું અજમાવવાનો પ્રયાસ કરો. આ નવી રીત તમારી યાદશક્તિને વધારવામાં મદદગાર સાબિત થશે, કારણ કે જ્યારે પણ આપણે નવું કરવાના પ્રયાસ કરીએ છીએ તો આપણે સરળતાથી યાદ થઈ જાય છે. તેના માટે ભોજનની નવી રેસિપી અજમાવો, વ્યાયામની નવી રીત અજમાવો, પોતાની સામાન્ય જીવનશૈલીમાં પણ થોડા ફેરબદલ કરો.

7. સારી અને પૂરી ઊંઘ છે જરૂરી

સારી અને ભરપૂર ઊંઘ લેવા માટે કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે. ભરપૂર ઊંઘ લેવાથી દિમાગને આરામ મળે છે અને તેનાથી દિમાગની કોશિકાઓ વધુ સક્રિય થઈ જાય છે. ટલે ઓછામાં ઓછું 7થી 9 કલાક ઊંઘ જરૂરી છે.

8. યોગ-વ્યાયામ

Has had a mild increase in memory, the 8 workable remedies

યોગ-વ્યાયામ કરવાથી માત્ર શરીર જ સ્વસ્થ નથી રહેતું બલકે દિમાગ પણ સ્વસ્થ તથા સક્રિય રહે છે. એટલે કોઈ કુશળ તબીબની સલાહ લઈ ઉપયુક્ત વ્યાયામ ચોક્કસ કરવા. જો તમે બીજું કઈ નથી કરી શકી રહ્યા તો સાવરે અને સાંજે નિયમિતપણે વોક જરૂરી કરવાનું રાખવું. લોક કરવાથી દિમાગ સ્વસ્થ રહે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,900 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>