વોટસનને રીક્ષાની સહેર કરાવતો રાહુલ ડ્રવિડ
આઇપીએલ-8નો રોમાંચ તેની ચરમસીમા પર છે. દેશી- વિદેશી ખેલાડી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. ખેલાડીઓને જેવો જ સમય મળે છે ત્યારે તેઓ ટ્રેડિશનલ વસ્તુઓ કરે છે. અવાર નવાર કેટલાક ખેલાડીઓ કોઇ મંદિરમાં જોવા મળતા હોય છે. તો ક્યારેક પોતાના પાર્ટનર સાથે તાજ મહેલ જોવા જાય છે. Janvajevu.com તમને વિદેશી ખેલાડીઓ ક્રિકેટ ન હોય ત્યારે ફ્રિ સમયમાં શું કરે છે તેના વિશે જણાવી રહ્યું છે.
રાહુલ ડ્રવિડ સાથે ઓટોમાં વોટસન
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોટસનને પૂર્વ કેપ્ટન રાહુલ ડ્રવિડ આઇપીએલ-7 દરમિયાન રીક્ષામાં જયપૂર બતાવ્યુ હતુ. ધ વોલના નામથી પ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર રાહુલ ડ્રવિડ ઇચ્છતો તો લક્ઝરી કારમાં શેન વોટસનને પૂરો દેશ ફરાવી શકતો હતો પરંતુ ઓટોમાં ફરવા પાછળનું કારણ વોટસન હતો. વોટસન ઇચ્છતો હતો કે ભારતને તેના નજરિયાથી જોવામાં આવે. શેન વોટસને આ તસવીર સોશિયલ સાઇટ્સ પર પોસ્ટ કરી હતી. રાહુલ ડ્રવિડ પણ ઓટોમાં બેઠો હતો.
કન્નડ અભિનેત્રી સાથે મેરાડોના
કન્નડ અભિનેત્રી રજિની હરિદાસ સાથે મેરાડોનાએ કર્યો ડાન્સ
ઓક્ટોબર, 2012માં આર્જેન્ટિનાના મહાન ફુટબોલર ડિયાગો મેરાડોના ભારત આવ્યો હતો. આ ટૂર દરમિયાન કેરાલાના કન્નૂરના મુંસિપલ સ્ટેડિયમમાં આયોજિત એક ઇવેન્ટ દરમિયાન મેરાડોના ફૂટબોલ તો રમ્યો તે સિવાય સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. સ્ટેજ પર ડાન્સ કરવામાં તેનો સાથ દક્ષિણની અભિનેત્રી રજિની હરિદાસે આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બોલર બ્રેટ લી રાજસ્થાની પરિવાર સાથે
હિન્દી બોલતા શીખે છે વિદેશી ક્રિકેટર
વિદેશી ક્રિકેટર આઇપીએલ દરમિયાન લગભગ 2થી 3 મહિના ભારતમાં વિતાવે છે. દરમિયાન તેઓ હિન્દી બોલતા શીખે છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ વોર્ન, બ્રેટ લી તો સ્ટેજ પર ‘નમસ્તે’થી શરૂઆત કરે છે.
મારિયા કિરિલિંકોવા
ટેનિસ સ્ટારે સાડી પહેરી
સનફીસ્ટ ઓપન-2007 દરમિયાન ભારતીય પ્રવાસે આવેલી સેરેના વિલિયમ્સ, વીનસ વિલિયમ્સ, મારિયા કિરિલિંકોવા અને અન્ના કુર્નિકોવા સહિત તમામ વિદેશી મહિલા ટેનિસ સ્ટાર્સે સાડી પહેરીને રેંપ પર વોક કર્યુ હતુ. તે બાદ તમામ ખેલાડી સાડી પહેરીને ટેનિસ રમતા પણ નજરે પડી હતી.
શોએબ અખ્તર
અજમેર શરીફ
વિશ્વ પ્રસિદ્ધ અજમેર શરીફ દરગાહમાં પણ ખેલાડીઓ મુલાકાત લેતા હોય છે. તેમાં ખાસ કરીને એશિયન ખેલાડીઓ વધુ મહત્વ ધરાવે છે. પાકિસ્તાન અને શ્રીલંકાના ખેલાડી અવાર નવાર દરગાહ પર માથુ ટેકવા માટે આવતા હોય છે.
હોળી રમતા ન્યૂઝિલેન્ડના ખેલાડીઓ
તહેવારની ઉજવણી પણ કરે છે ખેલાડી
તસવીરમાં ન્યૂઝિલેન્ડના ખેલાડી હોળી રમતા નજરે પડે છે. કેટલાક વિદેશી ખેલાડીઓ ભારતીય તહેવાર પણ ઉજવતા નજરે પડતા હોય છે. પ્રસિદ્ધ કોલકાતાની દૂર્ગા પૂજા સહિતના કેટલાક તહેવાર તેમાં શામેલ છે.
ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન માઇકલ ક્લાર્ક અને તેની પત્ની
તાજનો દીદાર
વિદેશી ખેલાડી ભારત આવે અને પ્રેમના પ્રતીક તાજ મહેલનો દીદાર ન કરે તેવુ તો બની જ ન શકે. આગ્રા તાજ મહેલનું પ્લાન પ્રથમ નંબરે હોય છે
સૌજન્ય
દિવ્ય ભાસ્કર