ભારતીય મૂળના અનિષ કપૂરે બનાવ્યા છે વિશ્વના શ્રેષ્ઠ શિલ્પો, જુઓ તસવીરો

Indian Anish kapoor making world's best picture

ભારતીય મૂળના આર્ટિસ્ટ અને શિલ્પકાર અનિષ કપૂરનો આજે જન્મ દિવસ છે. અનિષ કપૂર તેમના વિવિધ પ્રકારના શિલ્પોને કારણે જાણીતા છે. તેમણે વિશ્વના ઘણા દેશોમાં ખાનગી અને જાહેર સ્થળો માટે વિવિધ શિલ્પો તૈયાર કર્યા છે. જેમાંથી અમુક તો જે-તે શહેરની શાન બની ગયા છે. અનિષ કપૂરનો જન્મ 12 માર્ચ 1954ના રોજ મુંબઇમાં થયો હતો. તેઓ યહૂદી માતા અને હિંદુ પિતાના સંતાન હતા. તેઓ દહેરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, જોકે તેમને અહીં અભ્યાસ કરવું ગમતુ નહોતું. તેથી તેઓ તેમના ભાઇ સાથે ઇઝરાયેલ ગયા. જોકે ત્યાંપણ તેઓએ અભ્યાસ પડતો મૂકી આર્ટિસ્ટ બનવાનો નિર્ણય કર્યો અને તેના માટે લંડન પહોંચી ગયા.

અનિષ 1973 બાદ લંડનમાં જ રહી પોતાનું કામ કરે છે. તેમણે બનાવેલા ક્લાઉડ ગેટ થી લઇને સ્કાઇ મિરર સુધીના ઘણા શિલ્પો લોકપ્રિય છે. તેમના જન્મ દિવસે અમે તેમના પાંચ સૌથી લોકપ્રિય અને અલગ જ પ્રકારના આર્ટવર્કને રજૂ કરી રહ્યાં છીએ.

2013મા નાઇટહૂડ એવોર્ડથી સમ્માનિત કરાયા હતા

અનિષ કપૂરને તેમની કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ્ મળેલા છે. જેમા 2013માં મળેલા નાઇટહૂડ એવોર્ડનો પણ સમાવેશ થાય છે. તેઓને 2012મા પદ્મભૂષણ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત તેઓએ ટર્નર પ્રાઇઝ સહિતના ઘણા એવોર્ડ મેળવેલા છે.

શ્રેષ્ઠ કળાને કારણે કરે છે કરોડોની કમાણી

કળા સાથે જોડાયેલા નિષ્ણાંતો પ્રમાણે અનિષ કપૂરનો 2008મા નફો 27 મિલિયન ડોલર હતો. તેઓના આર્ટવર્કની રેકોર્ડ હરાજી 1.94 મિલિયન પાઉન્ડ રહી હતી. કપૂર પોતાના આર્ટવર્કના શો અને ડીલનુ સંચાલન વ્યક્તિગત રીતે જ કરે છે. જોકે તેઓ લંડનમા આવેલી લીસન ગેલેરી સાથે લાંબા સમયથી જોડાયેલા છે. તેઓ ન્યૂયોર્ક અને પેરિસમાં પણ નિયમિત રીતે પોતાના આર્ટવર્કના એક્ઝિબિશન યોજતા રહે છે.

સ્કાઇ મિરર

અનિષ કપૂર દ્વારા ડિઝાઇન કરાયેલા સ્કાઇ મિરરની સિરીઝ તેમના શ્રેષ્ઠ કલાકૃતિઓમાંથી એક છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કાઇ મિરર નોટિંગહામના વેલિંગ્ટન સર્કસ, એ.ટી એન્ડ ટી સ્ટેડિયમ, ટેક્સાસ ખાતે આ ઉપરાંત લંડનમાં આવેલા કેનિંગ્સટન ગાર્ડન તથા સિડનીના મ્યૂઝિયમની બહાર મૂકવામાં આવ્યા છે. જોકે આ મિરર જુદા-જુદા સમયે અને થોડા ફેરફાર સાથે તૈયાર કરવામાં આવેલા છે. નોટિંગહામમાં મૂકાયેલો સ્કાઇ મિરર 2001માં તૈયાર કરાયો હતો અને તે સમયે તેને બનાવવા માટે 9 લાખ પાઉન્ડનો ખર્ચ કરાયો હતો.

Indian Anish kapoor making world's best picture

ક્લાઉડ ગેટ

શિકાગોના મિલેનિયન પાર્કમાં આવેલા એટી એન્ડ ટી સેન્ટર ખાતે અનિષ કપૂરે તૈયાર કરેલું ક્લાઉડ ગેટ સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બીન જેવા આકારને કારણે આ કલાકૃતિને ‘ધ બીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું નિર્માણ વર્ષ 2004 થી 2006 દરમિયાન થયું હતું, ક્લાઉડ ગેટને 168 સ્ટેનલેસ સ્ટિલની પ્લેટને એક સાથે વેલ્ડીંગ કરીને બનાવવામાં આવેલું છે. જેને બહારના ભાગેથી એટલું સારી રીતે પોલિશ કરવામાં આવ્યું છે કે કોઇપણ વ્યક્તિને વેલ્ડિંગનું નાનુ નિશાન પણ ન દેખાય. તેનો વજન 110 ટન જેટલો છે.

Indian Anish kapoor making world's best picture

સી-કર્વ

સી આકારના સ્ટેઇનલેસ સ્ટિલના આ સ્કલ્પચર અનિષ કપૂરના નવિનતમ વિચારને કારણે જાણીતું છે. આ સ્કલ્પચરની સામે જ્યારે સામાન્ય વ્યક્તિ આવે છે તો તેને સાધારણ અરિસા જેવો જ લાગે, પરંતુ આ સ્કલ્પચરની અંદરના ભાગે આવીને ઉભા રહેવાને કારણે માણસને તે છબી સહિત પાછળની બધી જ વસ્તુઓ ઊંધી જ દેખાય છે. અનિષનું આ સ્કલ્પચર લંડનનાં હે-ડે પાર્કમાં વર્ષ 2007માં રાખવામાં આવ્યું હતું.

Indian Anish kapoor making world's best picture

અર્થ સિનેમા

સિનેમા અર્થ નામનું અનિષ કપૂરનું આ સ્કલ્પચર એક પ્રકારે જમીનમાં 45 મિટર જેટલા હિસ્સામાં કાડો કરી તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી લોકો બંને તરફથી પસાર થઇ શકે છે. તેઓને અહીં પોતાના અવાજનો પડઘો સાંભળવાનું પ્રોત્સાહન આપવા માટે આ વિશિષ્ટ પ્રકારનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કલ્પચર ઇટાલીના પોલીનો નેશનલ પાર્ક ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. અનિષ પ્રમાણે તે ઇચ્છતા હતા કે લોકો પોતાની અંદરથી નિકળતા અવાજને અહીં સાંભળે.

Indian Anish kapoor making world's best pictureસૌજન્ય
દિવ્ય ભાસ્કર

ધ આર્સેલર મિત્તલ ઓર્બિટ

ભારતીય મૂળના બિઝનેસ ટાયકૂન અને સ્ટીલ કિંગ લક્ષ્મી નિવાસ મિત્તલની કંપની આર્સેલર મિત્તલ તેમજ આર્ટિસ્ટ અનિષ કપૂરે બ્રિટનનું સૌથી ઊંચું ટાવર તૈયાર કર્યું. જેને ધ આર્સેલર મિત્તલ ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે. 376 ફૂટની લાલ કલરની જાળીની સ્ટીલની ડિઝાઇન અનિષ કપૂર અને એન્જિનિયર સેસિલે બાલમોન્ડે કરી હતી. આ ઓર્બિટ 2 કરોડ 27 લાખ પાઉન્ડાના ખર્ચે તૈયાર થયું છે. તેમાંથી 19.6 મિલિયન પાઉન્ડથી વધુનું ફંડ મિત્તલે આપ્યું છે. તેથી જ આ સ્કલ્પચરને લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલ અને અનિષ કપૂરે આપેલા નામ ‘ધ ઓર્બિટ’ના મિશ્રણ પરથી પાડવામાં આવ્યું છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,274 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>