ભારતમાં સેમસંગ ગેલેક્સી S6 અને S6 EDGE લોન્ચ, જાણો ફિચર્સ

Samsung-Galaxy-s6-Galaxy-s6-edge-India-Launch

ભારતની નંબર વન સ્માર્ટફોન કંપની સેમસંગે પોતાના બે લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એસ 6 અને ગેલેક્સી એસ6 એઝ લોન્ચ કરી દીધા છે. દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવેલા આ બન્ને સ્માર્ટફોન્સને યુઝર હવે ખરીદી શકશે. તમને જણાવી દઇએ કે ગયા મહિને સ્પેનના બાર્સેલોના ખાતે યોજાયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2015માં આ બન્ને સ્માર્ટફોન્સને લોન્ચ કરવામાં આવ્યા હતા. સેમસંગના આ સ્માર્ટફોન શાનદાર ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. એટલુ જ નહી ગેલેક્સી એસ6 એઝ સેમસંગનો પહેલો એવો સ્માર્ફોન છે જેમાં ડ્યુઅલ કર્વ સ્ક્રિન છે. કંપનીએ ગેલેક્સી એસ6 એઝની કિંમત 58,900 અને ગેલેક્સી એસ 6ની કિંમસ 49,900 રૂપિયા રાખી છે.

1_1427107877-1

સેમસંગ ગેલેક્સી એસ 6 એઝના ફિચર્સ

સ્ક્રીન અને ડિઝાઇનઃ

ગેલેક્સી એસ 6 એઝ સેમસંગની ફેક્ટરીમાંથી નીકળેલો અત્યાર સુધીનો સૌથી ખૂબસૂરત સ્માર્ટફોન છે.‘ફુલ મેટલ અન્ડ ગ્લાસ ડિઝાઇન’ સાથે આવનારો આ ફોન આકર્ષક છે. સેમસંગ ગેલેક્સી S6માં 5.1 ઈંચની સુપર AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં Quad-HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્ક્રીન HD કરતાં ચાર ગણી સારી સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં 577 પિક્સ્લ પ્રતિ ઇંચની ડેન્સિટી આપવામાં આવી છે. જેટલી વધુ પિક્સલ ડિન્સિટી હોયછે સ્ક્રીન ક્વોલિટી એટલી જ વધુ સારી હોય છે. વધુ પિક્સલ ડેન્સિટીના કારણે વધુ પ્રકાશની સ્થિતિમાં પણ સ્ક્રીનની ડિસ્પ્લે ક્લિયર દેખાશે. ગેલેક્સી S6 અને S6 એજમાં ક્વાડ-HB ડિસ્પ્લે અને S5 કરતાં 77 ટકા વધુ પિક્સલ છે. આ સુપર AMOLED સ્ક્રીન છે જે વધુ સારી સ્ક્રીન છે.

2_1427107877

ડિસ્પ્લે અને પ્રોટક્શન :સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4 આપવામાં આવ્યા છે. આ ફોનની સ્ક્રીન ગેલેક્સી નોટ 4 કરતાં 50 ટકા વધુ મજબૂત છે. તેની સાથે જ, ફોનમાં એન્ડ્રોઇડ લોલોપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ ફોન નેનો સિમ સપોર્ટ કરે છે. આ જ જગ્યાએ ગેલેક્સી S6 એજમાં ડ્યુઅલ કર્વ્ડ સ્ક્રીન આપવામાં આવી છે. કર્વ્ડ સ્ક્રીન નોટિફિકેશન જોવા, સમય જોવા અને કેમેરા ઓન કરવામાં કામ આવશે. ઉપરાંત, અન્ય સ્પેસિફિકેશન ગેલેક્સી S6 જેવા જ છે. ફોનની ફ્રેમ આ વખતે ફ્લેગશિપ ફોનને પ્રિમિયમ લુક આપી રહી છે.

પ્રોસેસર અને રેમ:

સેમસંગનો આ ફોન ખૂબજ પાવરફુલ છે. કંપનીએ આ ફોનમાં 64 બિટ આર્કિટેક્ચર વાળુ પ્રોસેસર લગાવ્યુ છે. આ ફોનમાં ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ ખુબજ સારી રીતે કરી શકાય છે. આ ફોનમાં ઝડપી પ્રોસેસર લગાવવામાં આવ્યુ છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Mali-T760 ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યુ છે. આ 64 બિટ આર્કિટેક્ચર વાળો ફોન છે.જે ગેલેક્સી નોટ 4થી 20 ગણુ વધારે ઝડપથી કામ કરે છે. આ ફોનમાં DDR 4 રેમ આપવામાં આવી છે જે નોટ 4 થી 80 ટકા ઝડપી મલ્ટિટાસ્કિંગ કરી શકે છે.

ઓપરેટિંગ સિસ્ટમઃ

સેમસંગ ગેલેક્સી એસ 6 એઝ એન્ડ્રોઇડવપ લેટેસ્ટ વર્જન 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

કેમેરાઃ

આ ફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનો કેમેરો ઓલવેઝ ઓન સ્ટેન્ડબાય મોડ પર રહેશે. સ્ક્રિન પર ડબલ ક્લિક કરતા જ કેમેરો ખુલી જશે. 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા F1.9 લેન્સનો છે જે 60 ટકા વધારે લાઇટ આપે છે. અને તે લો લાઇટમાં પણ સારી ફોટોગ્રાફી કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત રિયસ ટાઇમ HD વીડિઓ રેકોર્ડીંગ કેમેરા પણ છે જે દુનિયાનો પહેલો કેમેરો છે.

બેટરીઃ

ગેલેક્સી એસ 6 એઝમાં 2550 mAh બેટરી છે કંપની પ્રમાણે તે વાઇ-ફાઇ નેટવર્ક પર 12 કલાકનો ટોકટાઇમ આપે છે આ ઉપરાંત 4જી પર 11 કલાકનો ટોકટાઇમ આપે છે. આ બેટરી મ્યુઝિક પ્લેબેકમાં 49 કલાક ચાલે છે. અને વીડિઓ પ્લેબેકમાં 13 કલાક ચાલે છે.

3_1427107877

ડિઝઇન અને સ્ક્રિનઃ

ગેલેક્સી એસ6 પણ સેમસંગ ગેલેક્સી 6 એઝની જેમ દેખાવમાં આકર્ષક છે. ‘ફુલ મેટલ અન્ડ ગ્લાસ ડિઝાઇન’ સાથે આવનારો આ ફોન ગજબનો લાગે છે. આ સ્માર્ટફોનની સ્ક્રિન 5.1 ઇંચ છે.

ડિસ્પ્લે અને પ્રોટેક્શનઃ

આ સ્માર્ટફોનમાં 5.1 ઇંચની AMOLED સ્ક્રિન આપવામાં આવી છે. ફોનમાં Quad-HD ડિસ્પ્લે છે. આ સ્ક્રીન HD થી ચાર ગણી વધારે સારી છે. સાથે સાથે 577 પિક્સલ પ્રતિ ઇંચની ટેન્સિટી આપવામાં આવી છે. જેટલી વધારે પિક્સલ ટેન્સિટી તેટલી સ્ક્રિનની ક્વોલિટી વધારે સારી વધારે પિક્સલ ટેન્સિટી હોવાના કારણે વધારે પ્રકાશ અથવા તો તડકામાં પણ સ્ક્રિન ક્લિયર દેખાશે. સ્ક્રિનને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4 પ્રોટેક્શન આપવામા આવ્યુ છે. સાથે સાથે ફોનની ચારે બાજુ આપવામાં આવેલી મેટલ ફ્રેમ પણ આ વખતે ફ્લેગશિપ ફોનને પ્રિમિયમ લુક આપે છે.

પ્રોસેસર અને રેમ:

સેમસંગનો આ ફોન ખૂબજ પાવરફુલ છે. કંપનીએ આ ફોનમાં 64 બિટ આર્કિટેક્ચર વાળુ પ્રોસેસર લગાવ્યુ છે. આ ફોનમાં ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ ખુબજ સારી રીતે કરી શકાય છે. આ ફોનમાં ઝડપી પ્રોસેસર લગાવવામાં આવ્યુ છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Mali-T760 ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યુ છે. આ 64 બિટ આર્કિટેક્ચર વાળો ફોન છે.જે ગેલેક્સી નોટ 4થી 20 ગણુ વધારે ઝડપથી કામ કરે છે. આ ફોનમાં DDR 4 રેમ આપવામાં આવી છે જે નોટ 4 થી 80 ટકા ઝડપી મલ્ટિટાસ્કિંગ કરી શકે છે.

4_1427107878-1

ઓપરેટિંગ સિસ્ટમઃ

સેમસંગ ગેલેક્સી એસ 6 એન્ડ્રોઇડવપ લેટેસ્ટ વર્જન 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

5_1427107878

કેમેરાઃ

આ ફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનો કેમેરો ઓલવેઝ ઓન સ્ટેન્ડબાય મોડ પર રહેશે. સ્ક્રિન પર ડબલ ક્લિક કરતા જ કેમેરો ખુલી જશે. 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા F1.9 લેન્સનો છે જે 60 ટકા વધારે લાઇટ આપે છે. અને તે લો લાઇટમાં પણ સારી ફોટોગ્રાફી કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત રિયસ ટાઇમ HD વીડિઓ રેકોર્ડીંગ કેમેરા પણ છે જે દુનિયાનો પહેલો કેમેરો છે.

6_1427107879

બેટરીઃ

ગેલેક્સી એસ 6 માં 2550 mAh બેટરી છે કંપની પ્રમાણે તે વાઇ-ફાઇ નેટવર્ક પર 12 કલાકનો ટોકટાઇમ આપે છે આ ઉપરાંત 4જી પર 11 કલાકનો ટોકટાઇમ આપે છે. આ બેટરી મ્યુઝિક પ્લેબેકમાં 49 કલાક ચાલે છે. અને વીડિઓ પ્લેબેકમાં 13 કલાક ચાલે છે.

7_1427107879

* S વોઇસ કમાન્ડ જે યુઝરની વોઇસ ડિટેક્ટ કરી લેશે.
* વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ
* સ્માર્ટ સ્ટે, સ્માર્ટ પોઝ, અને સમાર્ટ સ્ક્રોલ ફિચર્સ
* એર જેસ્ટર્સ
* વનડ્રાઇવની 115 જીબી ક્લાઉડ સ્ટોરેજ
* ફોટો વીડિઓ એડિટર
* ડોક્યુમેન્ટ એડીટર
* 64 બિટ આર્કિટેક્ચર વાળો ફોન
* ગેલેક્સી એસ 6 એઝ દુનિયાનો પહેલો ડ્યુઅલ એઝ સ્ક્રિન વાળો સ્માર્ટફોન છે.
* સેલ્ફી કેમેરામાં પણ રિયલ ટાઇમ HD રેકોર્ડીંગ ફિચર છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,419 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>