ભારતમાં લોન્ચ થયો માઇક્રોસોફ્ટનો ફ્લેગશિપ સ્માર્ટફોન, લુમિયા 950 અને 950XL

microsoft lumia 950 and 950xl | janvajevu.com

માઇક્રોસોફટે સોમવારે ભારતમાં પોતાનો ફ્લેગશિપ વિન્ડોઝ 10 સ્માર્ટફોન લુમિયા 950 અને 950XL લોન્ચ કરી દીધો છે. જેની કિંમત ક્રમશઃ 43,699 રૂપિયા અને 49,399 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ 11 ડિસેમ્બરથી શરૂ થશે.

કંપની અનુસાર, બે નવા હાઇ એન્ડ ફોન, અત્યાર સુધીના સૌથી પ્રોડકટિવ ફોન હશે. નવો લુમિયા સ્માર્ટફોન એડપ્ટીવ એન્ટેના ટેકનોલોજીની સાથે આવશે. આ ટેકનીકમાં ડિવાઈસની અંદર બે એવા એન્ટેના હોય છે, જે શ્રેષ્ઠ મોબાઇલ સિગ્નલ પસંદ કરે છે. એટલેકે આ ફોનમાં તમને નબળા નેટવક સિગ્નલની સમસ્યા નહિ મળે. આ ફોનમાં લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી પણ આપવામાં આવી છે, જે માઇક્રોસોફ્ટના નવા ટેબ્લેટમાં આપવામાં આવી છે.

માઇક્રોસોફ્ટ ડિસ્પ્લે ડોક

microsoft lumia 950 and 950xl | janvajevu.com

આ બંને સ્માર્ટફોન માઇક્રોસોફ્ટ ના કોન્ટિનમ ફીચરને સપોર્ટ કરે છે. જેનાથી આને કંપનીના ડિસ્પ્લે ડોકમાં લગાવીને કોઇપણ એક્સ્ટર્નલ મોનિટરમાં વિન્ડોઝ 10 વાપરી શકાય છે. આ ડોકમાં માઉસ અને કીબોર્ડ ઈનપુટ પણ આપવામાં આવ્યું છે. આ ડોકને લિમિટેડ ગ્રાહકો માટે ફ્રી માં આપવામાં આવશે, ત્યારબાદ આને 5,999 રૂ. માં અલગથી વેચવામાં આવશે.

કંપનીનો દાવો છે કે આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે, જે કોમ્પ્યુટર જેવું કામ કરશે.

સ્ક્રીન

microsoft lumia 950 and 950xl | janvajevu.com

લુમિયા 950 ની સ્ક્રીન 5.2 ઇંચ છે જયારે 950XL માં 5.7 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ બંને સ્માર્ટફોનમાં ઓર્ગેનીક LED સ્ક્રીન (1440×2560) લગાવવામાં આવેલ છે.

પ્રોસેસર અને મેમરી

microsoft lumia 950 and 950xl | janvajevu.com

લુમિયા 950 માં ક્વાલકોમ 808 હેક્સાકોર પ્રોસેસર લગાવેલ છે. જયારે 950XL માં ક્વાલકોમ 810 ઓકટાકોર પ્રોસેસર આપ્યું છે. 4G LTE support વાળા બંને સ્માર્ટફોનમાં 3GB RAM અને 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને વધારીને 2TB સુધી કરી શકાય છે.

શાનદાર કેમેરો

microsoft lumia 950 and 950xl | janvajevu.com

માઇક્રોસોફ્ટ પોતાના સ્માર્ટફોનમાં પહેલાથી જ સારો કેમેરો આપતો આવ્યો છે. આને આગળ વધારતા બંને ફોનમાં 20 મેગાપિક્સલ નો PureView રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં Carl Zeiss લેન્સ લગાવેલ છે. કેમેરામાં ત્રણ LED RGB નેચરલ ફ્લેશ ની સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈઝેશન આપવામાં આવ્યું છે, જેના માધ્યમે ઓછી લાઈટમાં પણ સારા ફોટોને ક્લિક કરી શકાય. આ ફોનમાં કેમેરા માટે ખાસ બટન આપવામાં આવ્યું છે. આ બંને ફોનમાં 4K વિડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. આનો ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સેલ નો છે.

ઝડપી ચાર્જિંગ માટે USB Type-C પોર્ટ

microsoft lumia 950 and 950xl | janvajevu.com

માઇક્રોસોફટે પોતાના નવા Lumia માં ઝડપી ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે USB Type-C પોર્ટ આપવામાં આવ્યું છે. Lumia 950 માં બેટરી 3,000mAh છે, જયારે 950XL માં 3,340mAh ની બેટરી મળશે. કંપનીનો દાવો છે કે 30 મિનિટમાં ફોન 50 ટકા ચાર્જ થઈ જશે.

વિન્ડોઝ હેલો

microsoft lumia 950 and 950xl | janvajevu.com

બંને સ્માર્ટફોનમાં વિન્ડોઝ 10 મોબાઇલ બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન સિસ્ટમ આપી છે, જેમાં Windows Helloનામ આપવામાં આવ્યું છે. આ ફીચરના માધ્યમે ફોન તમારા ફેસને ઓળખીને અનલૉક થઈ જશે.

Comments

comments


6,026 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 + = 12