ભારતમાં નોકરી કરવા માટે શ્રેષ્ઠ છે આ 10 કંપનીઓ

9_1427082605

એક સારી કંપનીમાં નોકરી કરવી તે દરેક કર્મચારીની ઇચ્છા હોય છે. ભારતમાં કામ કરવાના મામલે ગૂગલ સૌધી શ્રેષ્ઠ કંપની ગણાય છે. બિઝનેસ ટૂડે-પીપલ સ્ટ્રોન્ગ એચઆરના એક હાલના સરવેમાં આ વાત સામે આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, દેશમાં કામ કરવા માટે શ્રેષ્ઠ ટોપ-10 કંપનીઓમાં માત્ર એક જ પીએસયૂ કંપની સામેલ છે. ટોપ-10 કંપનીઓમાં મોટા ભાગની કંપનીઓ આઇટી સેક્ટરની છે.

સરવેમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં 37 ટકા કર્મચારી એવું માને છે કે, કારકિર્દી ગ્રોથ અને કામ કરવાનું વાતાવરણ કોઈપણ કંપનીને ખાસ બનાવે છે. માત્ર 13 ટકા કર્મચારીઓ એવું માને છે કે, તેની કંપની તેની કારકિર્દી-ગ્રોથ માટે સારી તક આપે છે. સરવે અનુસાર 42 ટકા લોકોનું માનવું છે કે, તેની કંપની તેમની કારકિર્દી ગ્રોથની તક ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, લગભગ 27 ટકા લોકો એવું માને છ કે, પગાર અને અન્ય ભથ્થા કારકિર્દી ગ્રોથ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.

આ છે ભારતમાં કામ કરવાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કંપનીઓ

ગૂગલ

રેંક-1
સ્કોર-100
વિશેષતાઃ કારકિર્દી ગ્રોથ, પગાર-ભથ્થા, કામ કરવાનો માહોલ અને સ્ટેબિલિટી.

8_1427082608.2

એક્સેંચર્સ

રેંક-2
સ્કોર-99.5
વિશેષતાઃ કારકિર્દી ગ્રોથની ભરપુર સંભાવનાઓ, સ્ટેબિલિટી, એચઆર પોલિસી. કંપનીનો પ્રયત્ન હોય છે કે કર્મચારી કામ દરમ્યાન ખુશ રહે.

ટીસીએસ

રેંક-3
સ્કોર-82.14
વિશેષતાઃ ભારતમાં કામ કરવા માટે ટીસીએસ પાછલા વર્ષે પ્રથમ નંબર પર હતી. અહીં કર્મચારીઓના કામનું યોગ્ય મૂલ્યાંકન થાય છે. એચઆર પોલિસી અને નોકરી સ્થાયિ રહેવી તે તેની વિશેષતા છે (નોકરી છોડવાનો રેશિયો ઘણો ઓછો છે.)

ઇન્ફોસિસ

રેંક-4
સ્કોર-69.5
વિશેષતાઃ કંપનીની વિશેષતા એ છે કે, અહીં કામ કરવું કાયમી નોકરીના મામલે ખાસ છે. સાથે જ કામનું મૂલ્યાંકન અને અન્ય પોલિસી શાનદાર છે. પાછલા વર્ષે ઇન્ફોસિસ આ યાદીમાં બીજા ક્રમ પર હતી.

6_1427082610-1.3

લાર્સન એન્ડ ટરબો

રેંક-5
સ્કોર-65.82
વિશેષતાઃ કંપની કારકિર્દી ગ્રોથ અને વર્ક લાઇફ બેલન્સના મામલે ખાસ છે. પાછલા વર્ષે આ યાદીમાં તે 10માં ક્રમ પર હતી પરંતુ સારા કામકાજના વાતાવરણને કારણે કંપની યાદીમાં ક્રમમાં ઉપર આવી છે.

ભેલ (BHEL)

રેંક-6
સ્કોર-61.24
વિશેષતાઃ દેશમાં કામ કરવાના મામલે ટોપ-10માં ભેલ એક માત્ર પીએસયૂ (જાહેર ક્ષેત્રની કંપની) છે. પગાર-ભથ્થા, કાયમી અને એચઆર પોલિસીના મામલે આ કંપની ખાસ છે.

4_1427082613-1.4

આઇબીએમ

રેંક-7
સ્કોર-61.05
વિશેષતાઃ દેશમાં કામ કરવાના મામલે 10 શ્રેષ્ઠ કંપનીઓમાં આઇટી ક્ષેત્રની બોલબાલા છે. આ વર્ક લાઇફ બેલેન્સ અને કારકિર્દી ગ્રોથના મામલે આઇબીએમ ખાસ છે.

ટાટા મોટર્સ

રેંક-8
સ્કોર-56.61
વિશેષતાઃ ટાટા મોટર્સ ટોપ-10 કંપનીઓમાં એકમાત્ર ઓટોમોબાઇલ કંપની છે. કામના મૂલ્યાંકન અને કાયમીને લઇને કંપની ખાસ છે.

2_1427082615.5

વિપ્રો

રેંક-9
સ્કોર-54.2
વિશેષતાઃ પાછલા વર્ષે આ યાદીમાં વિપ્રો ત્રીજા નંબર પર હતી. વર્ક લાઇફ બેલેન્સ અને સ્ટેબિલિટી અને કાયમી એ કંપનીની વિશેષતા છે.

1_1427082617.6

હિંદુસ્તાન યૂનીલીવર

રેંક-10
સ્કોર-48.54
વિશેષતાઃ કંપની શાનદાર પગાર-ભથ્થા અને કાયમીના મામલે ખાસ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,204 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>